રાજકોટના 4 સહિત રાજયના 55 જેટલા PIની સામુહિક બદલીનો ઘાણવો કાઢતી સરકાર

0
294

સરકાર દ્વારા આજે રાજયના 55 જેટલા પીઆઇની સામુહિક બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં રાજકોટના ચાર સહિત રાજયના ૫૫ પીઆઇની અલગ અલગ જિલ્લાઓમાં બદલીઓ કરતો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટના જે ચાર પીઆઇની બદલી કરવામાં આવી છે તેમાં પ્ર. નગર પોલીસ મથકના ખુમાનસિંહ વાળાની મોરબી, એ. એસ. ચાવડાની ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્યના એસ. એમ. જાડેજાને સુરેન્દ્રનગરમાં બદલી આપવામાં આવી છે.

આ ઉપરાંત જે. એમ. વાઘેલાને સીડીઓ ખાતે મુકવામાં આવ્યા છે. જયારે અમરેલીના પીઆઇ એલ. કે. જેઠવાને રાજકોટમાં મુકવામાં આવ્યા છે. રાજયના જે ૫૫ પીઆઇની બદલી કરવામાં આવી છે તેમાંથી પાંચ પીઆઇ એવા છે જેમની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.

આ પીઆઇમાં કચ્છ પશ્ચિમ, ભુજના બી. એમ. ચૌધરી (બદલી સીઆઇડી ક્રાઇમ), વડોદરા શહેરના ટી. જી. બામણીયા (બદલી સીઆઇડી ક્રાઇમ), સરહદી વિભાગના એ. ડી. સુથાર (બદલી સીઆઇડી ક્રાઇમ), વડોદરા શહેરના જે. આર. સોલંકી (બદલી પોલીસ ટ્રેનિંગ સેન્ટર વડોદરા) અને વડોદરા ગ્રામ્ય પી. વી. પરગડુ (બદલી સીઆઇડી ક્રાઇમ)નો સમાવેશ થાય છે. જયારે બાકીના 50 પીઆઇની પદર ખર્ચે બદલીઓ કરવામાં આવી છે.