સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR PATILના હસ્તે કરાયો પ્રારંભ

0
1688

સુરતમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તિરંગા યાત્રામાં ભાજપના નેતાઓ, શાળાના બાળકો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના હસ્તે શહેરના ઉઘના બસ સ્ટેશન વિસ્તારમાથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ આજની આ તિરંગા યાત્રાનું આયોજન સુરતન મનપા દ્વારા કરવામાં આવ્યુ હતુ. જે માં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને બીજા કેટલાય નેતાઓ જોડાયા હતા. મહત્વની વાત એ છે કે ઉઘનાથી શરૂ થયેલી આ સુરતની તિરંગા યાત્રામાં શાળાના બાળકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને નેતાઓની સાથે તેમને પણ તિરંગા શપથ લીધા હતા.

આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ થયા હતા, અને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આઝાદી પર્વ પહેલાની આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા છે. ખાસ વાત એ છે કે, અમદાવાદમાં AMC દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદના ઘાટલોડિયાના ચાણક્યપુરી બ્રિજ પહેલા સભા અને ત્યાર બાદ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રા ચાણક્યપુરી બ્રિજથી લઈને કે કે નગર રોડ સુધી યોજવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે ઉપસ્થિતિ રહ્યા હતા.