એક વર્ષ અગાઉ સમાન મહિનામાં રૂ. 1.65 લાખ કરોડ હતી : એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST કલેક્શન રૂ. 2.10 લાખ કરોડ
રાજકોટ, તા. 1
ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2024 દરમિયાન ૠજઝ કલેક્શનમાં વધારો થયો છે. સરકારી આંકડા અનુસાર ડિસેમ્બરમાં કલેક્શન 7.3 ટકા વધીને રૂ. 1.77 લાખ કરોડ થયું છે. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે રૂ. 1.65 લાખ કરોડ હતો. તમને જણાવી દઈએ કે નવેમ્બર મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 8.5 ટકા વધીને 1.82 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST કલેક્શન રૂ. 2.10 લાખ કરોડ હતું.
ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 32,836 કરોડ, રાજ્ય જીએસટી રૂ. 40,499 કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) રૂ. 47,783 કરોડ અને સેસ રૂ. 11,471 કરોડ હતો. ડિસેમ્બર મહિનામાં ઘરેલુ વ્યવહારોમાંથી GST 8.4 ટકા વધીને રૂ. 1.32 લાખ કરોડ થયો છે, જ્યારે આયાત પરના ટેક્સમાંથી આવક લગભગ ચાર ટકા વધીને રૂ. 44,268 કરોડ થઈ છે. મહિના દરમિયાન રૂ. 22,490 કરોડ રિફંડ કરવામાં આવ્યા હતા. જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 31 ટકા વધુ છે. રિફંડ કરેલી રકમ માટે એડજસ્ટ કર્યા પછી, નેટ GST કલેક્શન 3.3 ટકા વધીને રૂ. 1.54 લાખ કરોડ થયું છે.
વર્ષ 2025માં ૠજઝ મોરચે ઘણા મોટા કામો થવાની સંભાવના છે. સામાન્ય લોકો જીવન અને આરોગ્ય વીમા પ્રિમીયમમાં ટેક્સ કાપની રાહ જોઈ રહ્યા છે. જો આમ થશે તો વીમાનો ખર્ચ ઘટશે. બીજી તરફ, વેપારો ઝડપથી વિવાદના નિરાકરણ માટે GST ટ્રિબ્યુનલની કામગીરીની રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, મંત્રીઓનું જૂથ (GOM) GST દરો અને સ્લેબને તર્કસંગત બનાવવાની વિચારણા કરી રહ્યું છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. નિષ્ણાતોના મતે, 2025 માં ઇન્વોઇસ મેચિંગ સિસ્ટમ (IMS) ની રજૂઆતથી છેતરપિંડીયુક્ત ઈંઝઈ દાવાઓ ઘટાડીને GST ફાઇલિંગમાં પારદર્શિતા અને સચોટતા વધશે.
