ગુજરાત બાર કાઉન્સીલની શિસ્ત સમિતિએ એડવોકેટ આશિષ જોશીને વકીલ પદેથી ૩ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

0
130

ગુજરાત બાર કાઉન્સીલની શિસ્ત સમિતિએ એડવોકેટ આશિષ જોશીને વકીલ પદેથી સસ્પેન્ડ કર્યા છે. ગુજરાત બાર કાઉન્સિલની શિસ્ત સમિતિએ વકીલ આશિષ જોશીને ૩ વર્ષનું સસ્પેન્શન સાથે ૧૦ હાજરનો દંડ ફટકાર્યો છે.વકીલ આશિષ જોશીએ ફરિયાદી પાસેથી તેના બે પુત્રોને ONGC માં નોકરી અપાવવાનાં નામે ૧૦ લાખની માંગણી કરી હતી.
ફરિયાદીએ નાણાં આપ્યા બાદ પણ વકીલે કામ નહી કર્યું હોવાની ફરિયાદ કરાઈ હતી. ફરિયાદીએ એક વર્ષ રાહ જોવા છતાં કામ નહી થયું નહોતું. વકીલે આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો.આમ પ્રોફેશનલ મિસકંડક્ટ બદલ બાર કાઉન્સીલે કાર્યવાહી કરીને વકીલ આશિષ જોશીને ૩ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.