ગુજરાત:CM એ રાજય સરકારની માલીકીની કંપનીઓ માટે શેર બાયબેક-ડીવીડન્ડ માટે નિયમો ગોઠવ્યા ;શેરબ્રોકરો થયા માલામાલ

0
145

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજય સરકારની માલીકીની કંપનીઓ માટે શેર બાયબેક-ડીવીડન્ડ વગેરેના નવા નિયમો જાહેર કરતા શેરબ્રોકરો માલામાલ થયા છે. સરકારના નિર્ણયને પગલે ગુજરાતની સરકારી કંપનીઓ જીએનએફસી, જીએસએફસી, જીએમડીસી સહીત અનેક કંપનીઓનાં શેરોમાં ૮ થી ૧૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. ગુજરાતની સરકારી-લીસ્ટેડ કંપનીઓ માટે રોકાણકારોને ડીમાન્ડ-બોનસ આપવા નવી માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે.
રાજય સરકારે આ નિર્ણયનો પરિપત્ર ઈસ્યુ કર્યો હતો. રાજય સરકારે આ નાણાંકીય સ્ત્રોત માટે સરકારી કંપનીઓના ડીસ ઈન્વેસ્ટમેન્ટ સહીતનાં નીતિ વિષયક નિર્ણયો કર્યા જ હતા.હવે નવી માર્ગદર્શિકા પ્રમાણે રાજયની સરકારી કંપનીઓએ કરવેરા પછીનો ૩૦ ટકા નફો અથવા નેટવર્થનાં પાંચ ટકા-બેમાંથી જે વધુ હોય તે ડીવીડન્ડરૂપે શેર હોલ્ડરોને આપવુ પડશે.

જોકે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ન્યુનતમ તથા અધિકતમ ડીવીડન્ડ મર્યાદા નકકી કરવામાં આવી છે.
શેર બાયબેક વિશે પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે રૂા.૨૧૦૦ કરોડની નેટવર્થ તથા ૧૦૦૦ કરોડની રોકડ-બેંક બેલેન્સ ધરાવતી સરકારી કંપનીઓને શેર બાયબેકની પ્રક્રિયા કરવાની રહેશે. આ ઉપરાંત પેઈડઅપ શેરમુડીની ૧૦ ગણી કે તેથી વધુનુ રીઝર્વ કે સરપ્લસ ધરાવતી સરકારી કંપનીઓને રોકાણકારોને બોનસ શેર આપવા પડશે.

શેર સ્પીલટ કરવા માટે પણ નવી માર્ગદર્શિકામાં નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યો છે જે અંતર્ગત મુલ્યના ૫૦ ગણી વધુ બુકવેલ્યુ કે બજારભાવ હોય ત્યારે કંપનીઓએ સ્ટોક સ્પીલટ કરવાના રહેશે. રૂા.૧ થી વધુની મૂળ કિંમત ધરાવતા શેર માટે જ આ લાગુ પડશે.

રાજય સરકારનાં સતાવાર નિવેદનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફરજીયાત ડીવીડન્ડ-બોનસનાં આ નિર્ણયથી રાજય સરકારની માલીકીની કંપનીઓનાં મુલ્યાંકનમાં વધારો થશે રાજય સરકારની માલીકીની સાતેય લીસ્ટેડ કંપનીઓ નફો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજયોનાં જાહેર સાહસો માટે ઘડેલી આ નીતિથી કંપનીઓના મુલ્યાંકનની સાથોસાથ શેર હોલ્ડરોને પણ લાભ થવાની શકયતા છે.