મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટની સરકાર સામે લાલ આંખ:અનેક પ્રશ્નોના જવાબો માંગ્યા

0
4635

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટની સરકાર સામે લાલ આંખ:અનેક પ્રશ્નોના જવાબો માંગ્યા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને લઈને આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી વખતે સરકાર સામે સવાલો ઉઠ્યા હતા. ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં જવાબદાર કોણ છે એ બાબતનો સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ માંગતા સરકાર પર અનેક સવાલોના પ્રહાર થયા હતા
આ ઉપરાંત મોરબી નગરપાલિકાને સુપર સીડ શા માટે નથી કરી તેનો પણ જવાબ માંગ્યો હતો ચીફ ઓફિસર સામે શું પગલાં લીધા?કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવું એગ્રીમેન્ટ શા માટે બનાવાયું? તથા અજંતા ગ્રુપને જ શા માટે પુલ સોંપવામાં આવ્યો? એ બધા પ્રશ્નોના જવાબ માંગવામાં આવ્યા હતા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિવારજનો ને નોકરી મળે એ બાબત પણ સરકાર કોઈ પગલા લીધા છે કે નહીં તે બાબત પણ ખુલાસો માંગ્યો હતો

હાઈકોર્ટે નોંધ્યું કે, રાજ્ય સરકારે  આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની ભેટ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં. આટલા મહત્ત્વના કામ માટેનો કરાર માત્ર દોઢ પાનાનો કઈ રીતે હોઈ શકે? શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ અજન્તા કંપનીને આટલી

અજન્તા કંપનીને આટલી મોટી ધરોહર આપી દીધી. કયા આધારે આ પુલને એક એવી કંપની જૂન 2017 પછી ઓપરેટ કરતી હતી, જ્યારે કે (2008માં કરાયેલા કરારને) 2017 પછી રિન્યુ જ કરાયો નહોતો

આ સાથે જ મોરબી ઝુલતા પુલ અંગે શરૂઆતથી અત્યાર સુધી થયેલા તમામ કરારો અંગેની ફાઈલ સીલ કવરમાં રજૂ કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટે મોરબીના ડિસ્ટ્રીક્ટ જજને નોટિસ મોકલી છે અને ઓરેવા ગ્રુપ સાથેના કરારની હાઈકોર્ટે માહિતી માંગી છે. ત્યારે આ મામલે આગામી બુધવારે સુનાવણી થશે.