અયોધ્યાથી આવી રહ્યા છે રામભક્તો માટે શુભ સમાચાર. રામ ભગવાન જલ્દી અયોધ્યાના રામ- મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ અંગે ‘શ્રી રામ મંદિર ટ્રસ્ટ’ની એક અનૌપચારિક બેઠક બોલાવાઈ હતી. તેમાં ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાય, ઉડુપ્પી પીઠાધિશ્વર સ્વામી વિશ્વતીર્થ પ્રસન્નાચાર્ય કામેશ્વર ચૌપાલ અયોધ્યાના વિમલેન્દ્ર મોહન મિશ્ર, ડૉ. અનિલ પિન્ડા, નિર્મોહી અખાડાના મહંત દીનેચંદ્ર દાસ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરિ પણ ઉપસ્થિત હતા. આ કમિટિએ રામ સેવકપુરમ અને ‘જન્મભૂમિ’ પરિસરનું નિરીક્ષણ કર્યું હતું.
આ કમિટીએ ખ્યાતનામ મૂર્તિકાર અરૂણ યોગીરાજને આ મૂર્તિ નિર્માણનું કાર્ય સોંપ્યું છે. તેઓને ભગવાન શ્રીરામના વિવિધ કલ્પનાચિત્રો પણ દર્શાવ્યા હતા. તે ઉપરથી તેઓ કર્ણાટકના કારકર અને હીગ્રેવનકોર્ટ ગામ વચ્ચે રહેલા કાળા પથ્થરોમાંથી એક પસંદ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ રચવાના કરવામાં આવી છે. તે મૂર્તિ તે પ્રકારની હશે કે જેમાં પાંચ વર્ષની વયના ભગવાન શ્રીરામના મુખ ઉપર મધુર સ્મિત પ્રસરેલું દેખાશે. તેઓના હાથમાં ધનુષ-બાણ પણ હશે.
શ્રીરામ મંદિર ટ્રસ્ટના અગ્રીમ સભ્ય ઉડ્ડીપ્પી પેજાવર મઠના પીઠાધીશ્વર વિશ્વતીર્થ પ્રસન્નાચાર્યે કહ્યું હતું કે, કાર્ય સંતોષપૂર્વક ચાલી રહ્યું છે અને જૂન સુધીમાં છતનું કામ પણ પૂરું થઈ જશે. તે પછી જાન્યુઆરી ૧૪ (ઉતરાયણ) પછી શુભ મુહૂર્ત શોધીરામ મંદિરના ગર્ભગૃહમાં આ મૂર્તિનું હર્ષોઉંલ્લાસ સ્થાપના કરવામાં આવશે.