હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ વિન્ટર શેડ્યુલ કર્યું જાહેર

0
275

સ્ટાર એર એરલાઇન્સે રાજકોટથી અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લાઇટ શરૂ કરવા માંગી મંજૂરી
રાજકોટ, તા. 31
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગામી શિયાળાની સિઝનમાં ફ્લાઇટની ઉડાન માટેનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં એક ચાર્ટર સહિત 16 ફ્લાઇટ ઉડાન ભરશે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને સુરતની ફ્લાઇટ દૈનિક છે. જ્યારે ગોવા અને પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ તો અમદાવાદની 15.50 વાગ્યાની ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે. જ્યારે આગામી વિન્ટર શેડ્યુલ 27 ઓક્ટોબરથી 29 માર્ચ દરમિયાન 16 ફ્લાઈટ ઉડાન ભરવાની છે. જેમાં 16માંથી 13 ફ્લાઈટ દૈનિક ઉડાન ભરશે તો પુણેની 17.05 વાગ્યાની ફ્લાઇટ સોમવાર, મંગળવાર અને રવિવારે, દિલ્હીની 20.00 વાગ્યાની ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર તો દિલ્હીની જ 20.30 વાગ્યાની ફ્લાઈટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં ઇન્ડિગોની 9 અને એર ઇન્ડિયાની 3 ફ્લાઇટ મુંબઈ, દિલ્હી, ગોવા, અમદાવાદ, બેંગ્લોર અને પુણે તો એક ચાર્ટર સુરત સુધી ઉડાન ભરી રહ્યું છે. ત્યારે એર ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ દિલ્હીની સવારની ફ્લાઈટ ફરી શરૂ કરવા માટેનું એલાન કર્યું છે. આ ફ્લાઈટ આગામી 27મી ઓક્ટોબરથી ઉડાન ભરશે. સવારે 6.55 વાગ્યે આ ફ્લાઈટ રાજકોટ આવશે અને 7.35 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ રીતે રાજકોટથી દિલ્હી જવા માટે વહેલી સવારની ફ્લાઈટનો લાભ મુસાફરોને મળી શકશે.

ઉલ્લેખનીય છે કે, આગામી ઓક્ટોબર 2024થી માર્ચ 2025 સુધી સ્ટાર એર એરલાઇન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી માગવામાં આવી છે. જેમા આ ફ્લાઇટ 16.30 વાગ્યે અમદાવાદથી રાજકોટ પહોંચશે અને આ ફ્લાઈટ 17.00 વાગ્યે રાજકોટથી વડોદરા જવા માટે રવાના થશે. જે ફ્લાઈટ વડોદરાથી રાજકોટ 19.10 વાગ્યે પહોંચશે અને રાજકોટથી 19.40 વાગ્યે આ ફ્લાઈટ અમદાવાદ જવા માટે ઉડાન ભરશે. તાજેતરમાં જ ઇન્ડિગો દ્વારા હૈદરાબાદની નવી ફ્લાઇટ 16 સપ્ટેમ્બર થી શરૂ કરવા માટે એલાન કર્યું છે. ત્યારે હવે નવી બેંગ્લોર બેઝ સ્ટાર એર એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લેટ શરૂ કરવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે

27 મી ઓક્ટોબરથી 29 માર્ચ સુધી ઉડાન ભરનારી ફ્લાઇટસનુ શેડ્યુલ

AI 4023/ 4024 રાજકોટ-દિલ્હી, સમય: 6.55- 7.35 AM
AI 659/688 રાજકોટ-મુંબઈ, સમયઃ 7.55-8.40 AM
6E 6467/6092 રાજકોટ-હૈદરાબાદ, સમયઃ 8.20-8.50 AM
6E 6133/6132 રાજકોટ-મુંબઈ, સમયઃ 8.35-9.05 AM
6E 5321/6259 રાજકોટ-મુંબઈ, સમયઃ 11.40-12.10 AM-PM
6E 0154/0155 રાજકોટ-ગોવા, સમયઃ 12.40-13.10 PM
6E 6507/6508 રાજકોટ-બેંગ્લોર, સમયઃ 14.45-15.25 PM
6E 0135/6561 રાજકોટ-પુણે, સમયઃ 15.45-17.05 PM
S5 406/407 રાજકોટ-અમદાવાદ-વડોદરા, સમયઃ 16.30- 17.00 PM
AI 655/656 રાજકોટ-મુંબઈ, સમયઃ 17.25-18.05 PM
6E 2187/6279 રાજકોટ-દિલ્હી, સમયઃ 17.30-18.00 PM
6E 0274/0275 રાજકોટ-મુંબઈ, સમયઃ 18.30-19.00 PM
S5 408/409 રાજકોટ-વડોદરા-અમદાવાદ, સમયઃ 19.10 – 19.40 PM
AI 403/403 રાજકોટ-દિલ્હી, સમયઃ 19.20-20.00 PM
AI 403/404 રાજકોટ-દિલ્હી, સમયઃ 19.50-20.30 PM
VTVAK/VTDEV રાજકોટ-સુરત, સમયઃ 15.30-16.30 PM