આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ICUમાં કરાયો દાખલ
રાજકોટ, તા. 8
સમગ્ર વિશ્વને જે રીતે કોરોનાએ ધમરોલિત નાખ્યું તેવી જ રીતે હાલ હ્યુમન મેટાન્યુમો વાયરસ હાલ ચિંતાનો વિષય તરીકે સામે આવ્યો છે. આ વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે એટલું જ નહીં ગુજરાતમાં પણ ગઈકાલે વધુ એક કેસ સામે આવ્યો જેમાં હિંમતનગરના પ્રાંતિજમાં કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. મળતી માહિતી મુજબ એચ.એમ.પી.વી ના શંકાસ્પદ કેસ સામે આવતા રાજ્ય સરકારે વાયરસને લઈને એક માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં બીજો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ માં ફફડાટ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આઠ વર્ષના બાળકનો એચ.એમ.પી.વી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ રિપોર્ટ પોઝિટિવ આવતા બાળકને હાલ શભી માં રાખવામાં આવ્યો છે. આરોગ્ય ક્ષેત્ર સંકળાયેલા તજજ્ઞનું માનવું છે કે ચીનના આ ખતરનાક વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં આવ્યો ત્યારબાદ ગઈકાલે હિંમતનગરમાં આવ્યો હતો.
અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં ઓરેન્જ હોસ્પિટલમાં એક બાળકને દાખલ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ 26 ડિસેમ્બરના રોજ આવ્યો હતો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ આ અંગે નોટિસની બજવણી કરી હોસ્પિટલના સત્તાધીશો પાસેથી ખુલાસો માંગ્યો હતો.
ભારત દેશમાં એચએમપીવી વાયરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે કર્ણાટક બાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ વાયરસના કેસ સામે આવી રહ્યા છે ત્યારે નાગપુર બંધ મુંબઈમાં પણ વધુ એક કેસ નોંધાયો છે.