નામદાર કોર્ટના ઐતિહાસિક ચુકાદાને સલામ કરું છું વંદન કરું છું: ગ્રીષ્મા હત્યા કેસના ચુકાદા પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા 

0
5550

નામદાર કોર્ટના ઐતિહાસિક ચુકાદાને સલામ કરું છું વંદન કરું છું: ગ્રીષ્મા હત્યા કેસના ચુકાદા પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા 

બહુ ચર્ચિત સુરત ગ્રીષ્મા હત્યા કેસનો ચુકાદો આજે આવી ગયો છે. ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થઈ છે.હત્યા બાદ પણ તેના મોં પર ક્યાંય અફસોસ કે પસ્તાવો જોવા મળ્યો નહોતો. વકીલોની અનેક દલીલો,ફેનીલનું વર્તન અને લાંબી ચર્ચા વિચારણા બાદ  જજે ફેનીલને ફાંસીની સજા સંભળાવી હતી.હત્યા બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારજનોને મળ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું તેમજ ગ્રીષ્માના હત્યારાને સજા અપાવવાની તેમજ ન્યાયની ખાતરી આપી હતી.આજ રોજ ચુકાદો આવતા હર્ષ સંઘવી સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.તેઓ એ લખ્યું હતું કે,”આજે વ્હાલી ગ્રીષ્માને શ્રદ્ધાંજલી પાઠવું છું એમના પરિવારને આપેલો વાયદો પૂર્ણ  કરીને સંતોષ અનુભવું છું.ગ્રીષ્મા ના હત્યારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. અપરાધિયોં સામેંની અમારી લડાઈ અવિરત છે. ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ ની સૂચના થી પોલીસની સ્પેશયલ ઇનવેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલી ઐતિહાસિક કમગીરી માટે દરેક સભ્ય અને ન્યાયતંત્ર સાથે જોડાયેલા દરેક કર્મચારીને અભિનંદન પાઠવું છું અને નામદાર કોર્ટના આ એતિહાસિક ચુકાદાને સલામ કરું છું વંદન કરું છું”