મુંજકામાં ગેરકાયદે ધમધમતા ક્રિષ્ના કોન્ક્રીટ સિમેન્ટના પ્લાન્ટથી લોકોનાં આરોગ્ય ઉપર ઝળુંબતો ખતરો

0
275

24 કલાક માલવાહક વાહનોની અવરજવરથી સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે : લોકોને શ્વાસ લેવામાં પડતી મુશ્કેલી રાજકોટ મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનાં પેટનું પાણી પણ હલતું નથી

રાજકોટ
કાલાવડ રદ પર આવેલા મુંઝકા સરવે નંબર-21 માં આવેલા વિસ્તારોમાં રહેતા લ્કના આરોગ્ય પર ખતર સમાન ક્રિષ્ના સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટ સામે રાજકોટ મનપાના સોલીડ મેનેજમેન્ટને જાને પગલાં લેવામાં રસ ના હોય એમ લોકોને ભગવાન ભરોશે છોડી દીધા છે. અહી 24 કલાક માલવાહક વાહનોની અવરજવરથીસતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે, લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે રાજકોટ મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનાં પેટનું પાણી પણ હલતું નથી.
આ અંગે આશરે 200 જેટલા રહેવાસીઓએ એક આવેદન પાઠવી એવી રજૂઆત કરી છે કે કાલાવાડ રદ પર રત્ન્વીલા હોલ પાસે છેલ્લા બે વર્ષથી ગેરકાયદે ક્રિષ્ના કોન્ક્રીટ સિમેન્ટ પ્લાન્ટ ધ્ધ્મી રહ્યો છે , આ પ્લાન્ટના કરને 24 કલાક ભારે વાહનની અવરજવર થતી રહે છે , જેના કરને ધૂળની ડમરી સતત ઉડતી રહે છે આ ડમરીઓ લોકોના શ્વાસમાં જતા શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે. એટલું જ નહિ પ્રદુષિત હવાથી નાના બાળકોમાં પણ શ્વાસને લગતી બીમારી ફેલાવવાની દહેશત વ્યાપી છે . આ અંગે રાજકોટ મનપા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ લક્ષ આપવામાં આવતું નથી.આથીઓ આ વિસ્તરમાં રહેતા લોકોમાં રોષ ફેલાયો છે. હવે જો તાકીદે આ સિમેન્ટ પ્લાન્ટ સામે કોઈ પગલાં નહિ લેવાય તો લોકો રાજકોટ મનપાની કચેરી સામે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.