જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપી ચૂંટણીમાં ટીકીટ માટે દાવેદારી નોંધાવી

0
11087

જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપી ચૂંટણીમાં ટીકીટ માટે દાવેદારી નોંધાવી

ચૂંટણી નો સમય નજીક આવતા જ ઉમેદવારો સંબંધી  સમાચાર મળતા રહે છે જે મુજબ

જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ કોંગ્રેસની ટિકિટ મળે તે માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખને રાજીનામું આપી દીધું છે.તેઓએ  કોંગ્રેસમાંથી જામનગરમાં વિધાનસભાની ચૂંટણી માટે દાવેદારી પણ નોંધાવી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાપા જામનગર વિસ્તારમાં જ કામગીરી કરી રહ્યા છે આ પહેલા પણ તેઓએ જણાવ્યું હતું કે પક્ષ મારા પર વિશ્વાસ મૂકી અને જો ટિકિટ આપશે તો હું તૈયાર છું ત્યારે આજે બહેન નયના ભાઈએ કોંગ્રેસ માટે દાવેદારી નોંધાવી છે ત્યારે હવે રિવાબા શું કરે છે એ જોવું રહ્યું.

નયનાબાએ પોતાના રાજીનામાં અંગે જણાવ્યુ હતું કે, મારે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે. ફરજમુક્ત થવા માટે બીજું કોઈ કારણ નથી. માત્ર વિધાનસભાની તૈયારી કરવા માટે જ મેં ફરજમુ્ક્ત થવા માટે રાજીનામું આપ્યું છે. મારે વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જગ્યાએ પહોંચાય તેમ નથી તેવું મેં પત્રમાં લખીને જણાવ્યું છે.પ્રમુખ તરીકે જવાબદારી બીજા કોઈને સોંપો તો હું મારી રીતે મારામાં ધ્યાન આપી શકું. પક્ષમાં બધા લોકો પોતાની વાત રજૂ કરી શકે અને દાવેદારી બધા કરી શકે એટલે મેં પણ કરી છે અને હું મહેનત તો પહેલેથી જ કરું છું એ બધાને ખ્યાલ છે. દાવેદારી કરવામાં તો બધાને અધિકાર હોય છે પાર્ટી જેને યોગ્ય લાગશે તેને ટિકિટ આપશે, એમ તેમણે કહ્યું હતું