જામનગરમાં રિવાબા જાડેજા એ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ફોર્મ ભર્યું:પતિ રવિન્દ્ર જાડેજા હાજર રહ્યા

0
2540

જામનગરમાં રિવાબા જાડેજા એ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ફોર્મ ભર્યું:પતિ રવિન્દ્ર જાડેજા હાજર રહ્યા

જામનગર માંથી રિવાબા જાડેજા એ આજરોજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂનમબેન માડમ તથા પતિ રવિન્દ્ર સિંહ જાડેજા ની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. ખૂબ જ ઉત્સાહ પૂર્ણ વાતાવરણમાં સમર્થકો ની હાજરીમાં રિવાબાએ ફોર્મ ભર્યું હતું ત્યારે દરેક લોકોએ તેને ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. આ બાબત વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અમે ચોક્કસ બે તૃતીયાંશ બહુમતીથી જીતીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે તેઓને નાનપણથી જ દેશ સેવા માં રસ છે તેઓ કંઈક કરવા માંગતા હતા અને આજે આ પ્લેટફોર્મ પરથી તેઓ દેશ સેવા અને લોકહિતના કાર્યો જરૂરથી કરશે અને ખાસ તો તેઓ મહિલાઓ માટે આરોગ્ય લક્ષી અને વિકાસલક્ષી કાર્ય કરશે.

આ અંગે રીવાબા જાડેજા ના પતિ જાણીતા ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ રિવાબા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ ને તેઓ જરૂર સાબિત કરશે અને જામનગરની જનતા માટે જે કંઈ થઈ શકે તે બધું જ કરશે અને લોકહિતના કાર્યો કરવા એ પહેલેથી જ રિવાબાની પસંદગી રહી છે અને આ પ્લેટફોર્મ થી તે કાર્યને વેગ મળશે.