જુનાગઢમાં મુથ્થુટ ફાઈનાન્સમાં નકલી દાગીના આપી રૂ.૧૨.૯૫ લોન મેળવી : હેડ ઓફિસના ઓડિટમાં ભાંડો ફૂટયો

0
912

જુનાગઢના મોતીબાગ નજીકની લોન આપતી ખાનગી કંપનીમાં આઠ શખ્સોએ ખોટા દાગીના આપી તેના પર લોન મેળવી લીધી તે હેડ ઓફીસના ઓડીટરોએ ઓડીટ કરતા આ કૌભાંડ સામે આવ્યું હતું. આઠ શખ્સોએ રૂા.૧૨ લાખ ૯૫ હજાર ૯૦૦ની લોન લઈ લીધાનું ખુલવા પામ્યું હતું. જેની ગત શનિવારના બી ડીવીઝન પોલીસમોં ફરીયાદ નોંધાઈ હતી.
જુનાગઢ મોતીબાગ રોડ ખાતે આવેલા બાલાજી એવન્યુમાં મુથ્થુટ ફીન કોર્પ ફાઈનાનાન્સ કંપનીમાં વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન અમુક ગ્રાહકોએ ખોટા દાગીના સામે લોન લઈ લીધાનું બહાર આવ્યું છે આ કંપનીના ઓડીટરોએ તા.૪-૧-૨૦૨૧થી ૯-૧૨-૨૦૨૧ દરમ્યાન આપવામાં આવેલી લોન અને તેની સામે આપવામાં આવેલા દાગીના અંગે તપાસ કરી હતી. જેમાં શહેરના ટીંબાવાડીના બીલનાથ પરામાં રહેતો દીલીપ દેવશી ભરડાએ ખોટુ સોનુ આપી રૂા.૧.૪૦ લાખ ટીંબાવાડીના ભૂમિત દીનેશ સાંગાણીએ રૂા.૧.૪૭ લાખ ઝાંઝરડા રોડ પર રહેતો.
મેરખી ડાંગર ઉ.૪૫ રે. ઝાંઝરડા રોડ રૂા.૧.૧૪ લાખ, લખન ઘેલા વદર રે. ધંધુસર, દીલીપ છગન મોકરીયા રે.બીલનાથપરા રૂા.૧.૩૦, રાહુલ અશોક પરમાર રે. મફતીયાપરા ગાંધીગ્રામ રૂા.૬૬,૪૦૦ દિપક મુગટ ભટ્ટ મેંદરડા ક્રિષ્ના સોસાયટી રૂા.૧.૦૩, ઈમરાન મહેબુબ પલેજા રૂા.૭૦ હજાર, જુનાગઢ ગુલઝાર સોસાયટી રૂા.૭૦ હજારની લોન લીદી હતી તેમજ લોનના વ્યાજની રકમ કે મુળ રકમની પણ ભરપાઈ કરી ન હતી.
જે તે વખતના મેનેજરે અરજી કરી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પુરાવા એકત્ર કરતા સમય વિતી ગયો હતો. એ સમય દરમ્યાન તે સમયના મેનેજરની બદલી થઈ હતી. આ મામલે ગત શનિવાર તા.૨૦/૫ના જુનાગઢની બ્રાંચના કર્મચારી પ્રવિણ રામજીભાઈ માવદીયાએ આ આઠેય શખ્સો સામે ભેળસેળ વાળા સોનાના દાગીના ખોટાને ખરા હોવાનું જણાવી કુલ રૂા.૧૨.૯૫ લાખની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગોલ્ડ લોન આપવામાં આવે
ત્યારે સોનાની તેના નિષ્ણાંત દ્વારા ચકાસણી કરવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં ખોટા અને ભેળસેળ વાળા દાગીના સામે લોન કેવી રીતના આધાર આપવામાં આવે છે એ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે. અંદરની જ વ્યકિત સામેલ હોવાની શંકા દ્દ્રઢ બની છે.આ સમગ્ર ઘટના તા.૨૫-૫-૨૦૨૦થી ૧૫-૬-૨૧ દરમ્યાન બનવા પામ્યો હતો. બી ડીવીઝન પ્રવિણભાઈ રામજીભાઈ માવદીયા ઉ.૪૫ રે. પારીજાત એપાર્ટમેન્ટ વાળાએ નોંધાવતા બી ડીવીઝન પીએસઆઈ સી.વાય. બારોટે ઈ.પી.કો. કલમ ૪૨૦-૪૦૬ મુજબ તપાસ હાથ ધરી છે.