રાજકોટમાં ૩૧ડીસેમ્બર અનુસંધાને દારૂનું દુષણ દુર કરવા ક્રાઈમાં બ્રાંચ દ્વારા ગોંડલ ચોકડી તરફ આવતો ઈન્ગ્લીશ દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો

0
4458

૩૧ ડીસેમ્બરને માત્ર હવે થોડા જ દિવસો બાકી છે . રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ગઈકાલે રાતે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સ્થિત પોલીસ કમિશ્નર ખુરસીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રી રવિમોહન શેની સાર્ધ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધમાં વોચ રાખી વધુને વધુ કેશો શાધી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ અને મહેરબાન ડીજીપીની પ્રોહી ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

જે અન્યવે એ.સી.પી.ક્રાઈમ જયદીપ સિંહ સરવૈયાની સુચના આનર્થે પોલીસ ઇન્સપેક્ટર એચ.એમ.ગઢવી સા. તથા પો.સબ.ઇન્સ થ બી. જોગરાણા ઓ ટીમ સાથે દારૂ ના કેસો શોધવા રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ કરણભાઈ મારુ તથા પો.કોન્સ સંજયભાઇ ચાવડાને હકિકત મળેલ કે ખાર,જૈ ૧૯, ૨ જી. ૧૦૪૮ નો ચાલક ભરતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ને ચોટીલા તરફથી આવી ગોંડલ ચોકડી તરફ જવા નીકળનાર છે જેથી જુના માર્કેટીંગ યાર્ડના પુલ પુરો થતા નેશનલ હાઇવે નં ૨૭ ઉપર ખોડીયાર સર્વીસ સ્ટેશનની બાજુમાં સ્ટાફ સાથે વોચમાં હતા દરમ્યાન ઉપરોક્ત નંબર વાળો ટ્રક નીકળતા તેને રોકી ચેક કરતા ટ્રક માં લોખંડ નું બૌક્સ બનાવી તેમાં જુદી જુદી બ્રાન્ડની પેટીઓ નંગ ૩૫૧ કુલ બોટલ નંગ ૪ર૧ર કિ.રૂ ૧૫,૭૬,૨૦૦ નો દારૂ તથા ટ્રક અને ફોન મળી કુલ મુદા માલ કિ.રૂ ૨૯,૭૭,૨૦૦/- સાથે જડપી પાડેલ છે.