રાજકોટમાં કોટડાસાંગાણી ગામની સીમમાં જુગાર રમતાં છ શખ્સોને પોલીસે દબોચી રૂ।.૨૬ હજારનો મુદ્દા માલ કબજે કર્યો

0
248

રાજકોટના કોટડાસાંગાણીના અરડોઈ ગામની સીમમાં જુગાર રમતાં છ શખ્સોને પોલીસે દબોચી રૂ।.૨૬ હજારની રોકડ કબ્જે કરી હતી.મળતી માહિતી અનુસાર, કોટડા સાંગાણી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.ડી.ઝાલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે અરડોઈ ગામની સીમમાં જાહેરમાં પતાટીંચતા મનસુખ કેશુ ઠુંમર (રહે.સુરભી સોસાયટી, કોઠારીયા) જેનીશ આબા ડોબરીયા (રહે.હનુમાન મંદિર સામે, કોઠારીયા)હસમુખ ભીખુ કાછડીયા (રહે.નાનામવા રોડ, અમૃત સોસાયટી) વિજય મણી રાઠોડ (રહે.રામરણુંજા સોસાયટી, કોઠારીયા) નિતીન પરસોત્તમ પરસાણા (રહે.કોઠારીયા) અને રમેશ લાલજી સીદપરા (રહે.મુરલીધર રેસીડેન્સી કોઠારીયા)ને દબોચી રૂ।.26700ની રોકડ કબ્જે કરી હતી.