WTC ફાઇનલ મેચમાં ભારતીય ટિમ સામે ઓસ્ટ્રેલિયાના ધુરંધરો મેદાનમાં ઉતરશે

0
343

આઇપીએલ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ભારતીય ટિમ અને ઓસ્ટ્રેલિયા ટીમના ધુરંધરો વચ્ચે આ મેચ રમાશે. આ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી છે. ગત વર્ષે આ જ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારેલી ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઈટલ જીતવા ઈચ્છશે.
ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી ટીમમાં પેટ કમિન્સની પણ એન્ટ્રી છે. નોંધનીય છે કે ગાવસ્કર ટ્રોફી માટે ભારત પ્રવાસ પર આવેલા પેટ કમિન્સ પ્રથમ બે ટેસ્ટ મેચ બાદ સ્વદેશ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી WTC ફાઈનલ ટીમનું નેતૃત્વ પણ પેટ કમિન્સ જ કરશે. તે જ સમયે, આ ટીમ એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ટીમની વાઇસ કેપ્ટનશિપ સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે. સ્મિથે તાજેતરમાં જ ભારતના પ્રવાસ પર બે મેચ માટે ટીમની કમાન સંભાળી હતી.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા ખતરનાક ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની બોલિંગ લાઇન-અપમાં સ્કોટ બોલેન્ડ, જોસ હેઝલવુડ, જોસ ઇંગ્લિસ, નાથન લિયોન અને ટોડ મર્ફીનો સમાવેશ થાય છે. તે જ સમયે, મિશેલ માર્શ અને કેમરન ગ્રીનના જેવા બે ઓલરાઉન્ડરોને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મિચેલ સ્ટાર્ક બોલિંગ લાઇન અપનું નેતૃત્વ કરશે.જેમાં સારા બેટ્સમેન અને વિકેટકીપર છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં પેટ કમિન્સ (કે ), સ્ટીવ સ્મિથ (વા.કે.), ડેવિડ વોર્નર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોસ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ટોડ મર્ફી , મેથ્યુ રેનશો, મિશેલ સ્ટાર્ક જેવા ખિલાડીઓ સામેલ છે.