લેડી વીથ ધ લેમ્પ’ના જન્મદિવસની યાદમાં મનાવાતો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ:આજે ૭પ નર્સોનું સન્માન કરતુ બ્રહ્માકુમારીઝનુ પંચશીલ કેન્દ્ર

0
463

 

લેડી વીથ ધ લેમ્પ’ના જન્મદિવસની યાદમાં મનાવાતો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ:આજે ૭પ નર્સોનું સન્માન કરતુ બ્રહ્માકુમારીઝનુ પંચશીલ કેન્દ્ર

આજે ૧૨-મે એટલે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. સ્નેહ-સેવા- સમર્પણની મૂર્તિ એટલે પરિચારીકા. સફેદ વસ્ત્ર ધારણ કરનારી ધરતી પરની `પરી’ એટલે પરિચારીકા. `લેડી વીથ ધ લેમ્પ’ના ઉપનામથી જાણીતા બનેલા ફલોરેન્સ નાઇટિંગેલનાં જન્મદિવસને યાદ કરતા નર્સ-ડે મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૫૩માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં દોશી હોસ્પિટલ પાસે આવેલા પંચશીલ સેવા કેન્દ્ર ખાતે આજે ૭પ નર્સ બહેનોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
કુલ બે ગ્રુપમાં વિભાજીત આ સુંદર કાર્યક્રમ અંતર્ગત નર્સ બહેનોને ભેંટ-સોગાદ , સર્ટીફિકેટ તથા ઇશ્વરીય પ્રસાદ રૂપી `સુશ્રુષા’ અર્પણ કરીને બ્રહ્માકુમારીઝ સંસ્થાએ આ દિવસને વધુ બળવતર બનાવી સેવાની મહાનતાને ઉજાગર કરી હતી.
આ સેવાકીય પ્રકલ્પમાં દોશી હોસ્પિટલનાં મેટ્રન સવિતાબેન ડાંગર ઉપસ્થિત રહયા હતા અને તેઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થાનો નર્સ બહેનોને સન્માનિત કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ સબઝોન સંચાલિકા બ્ર.કુ. ભારતી દીદી, બ્ર.કુ. અંજુબેન, બ્ર.કુ. કિંજલબેન, બ્ર.કુ. આરતીબેન સહીતનાં બહેનોએ નર્સ દિવસને દિપાવ્યો હતો.

બ્રહ્માકુમારીઝના પંચશીલ સેવા કેન્દ્ર ખાતે ઉજવાયેલા નર્સ દિવસનાં ઉપલક્ષ્યમાં કાર્યક્રમની શરૂઆત સ્વાગત નૃત્ય દ્વારા કરવામાં આવી હતી. અને નર્સ બહેનોનું સ્વાગત ફૂલ આપીને કરવામાં આવ્યુ હતુ. આ તકે બ્ર.કુ. અંજુબહેને નર્સની સરાહના કરતા જણાવ્યુ હતુ કે આજે એક દિવસ માટે આપણે પણ નર્સ બનીએ અને દર્દીઓની સેવા કરીએ , નર્સોની પ્રશંસા કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે નર્સ પોતાને થોડો સમય આપે છે. તેથી તેઓને આજનાં દિવસે અંતર મનથી બ્લેસીંગ આપી તેઓનાં સ્વાસ્થ્યની કામના કરવી જોઇએ. તેઓ ખરેખર સન્માનને પાત્ર છે.