મહારાષ્ટ્રના CM ઉદ્વવની PM મોદી સાથે મુલાકાત

0
1002

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધન તૂટયાં પછી પહેલી જ વખત મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન મોદીને મળ્યાં છે, તેમના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે પણ આ મુલાકાતમાં હાજર હતા, તેઓ વડાપ્રધાન નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ જઇને મોદીને મળ્યાં હતા, ઉદ્ધવે મુલાકાત પર કહ્યું કે તેમની મોદી સાથે નાગરિકતા કાયદા મામલે ચર્ચા થઇ છે અને દેશના નાગરિકોએ તેનાથી ડરવાની જરૂર નથી, તેમને પોતાનું વલણ સ્પષ્ટ કરીને નાગરિકતા કાયદાની તરફેણ કરી છે, જો કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું શિવસેનાએ જણાવ્યું છે.