વડોદરાના મહારાણી દીક્ષા લેવાની વાત ખોટી

0
2307

વડોદરાના મહારાણી દીક્ષા લેવાની વાત ખોટી

હાલ સોશિયલ મીડિયામાં એક વાત વાયરલ થઇ રહી છે જેમાં એક સુંદર સ્ત્રીના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે લાખોની સેલેરીનું પેકેજ મૂકીને જૈન સાઘ્વીની દીક્ષા લઇ રહ્યા છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આ પ્રકારની વાત સામે આવી હતી. પણ આ ફોટો અને તમામ વાતને ધ્યાને લેતા ફોટાની તાપસ થતા જાણવા મળ્યું હતું કે જે ફોટો છે તે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડનો છે. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા મેસેજ સાથે જે ફોટા મુકવામાં આવ્યા છે તે તમામ ફોટા મહારાણી રાધિકા રાજે ગાયકવાડના સોશિયલ મીડિયા ઉપર જોઈ શકાય છે. વધુમાં આ વાત પણ વાયરલ થઇ હતી કે IIT માંથી M.Tech. કરેલ આ ગર્લ એ સંસારનો મોહ મૂકીને દીક્ષા લઇ લીધી છે.

આ સમગ્ર વાતની જયારે મહારાણીને જાણ થઇ ત્યારે તેમને જણાવ્યું હતું કે ‘ચોક્કસ મને જૈન સંપ્રદાય માટે સન્માન છે પણ અત્યારે જે વાત વાયરલ થઇ છે કે જેમાં મારી દીક્ષા અંગેની વાત છે તો તેમાં તથ્ય નથી દીક્ષા લેવાની વાત ખોટી છે.’ મહારાણી રાધિકા રાજે ગાયકવાડને હમણાં જ મિલિયનેર એશિયા મેગાઝિન દ્વારા ‘ધી મોડર્ન મહારાણી’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

શાહી પરિવાર મહારાણી રાધિકા રાજે વર્ષ 2002માં ગાયકવાડના રાજા સમરજિત સાથે લગ્ન થયા હતા. મહારાણી રાધિકા રાજે મૂળ વાંકાનેરના મહારાજ ડો. રંજિતસિંહજીના દીકરી છે. એક રાજવી પરિવારમાં તેમનો ઉછેર થયો છે. તેમના અભ્યાસ અંગે જાણવા મળેલી વાત મુજબ મહારાણી રાધિકા રાજે એ ભારતિય હિસ્ટ્રી વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી છે તેમને જાણીતા દૈનિક અને સામાયિકોમાં પત્રકાર તરીકે કામ કર્યું છે. અત્યારે તેઓ તેમના મહેલના ડિજિટલાઇઝેશન ઉપર કામ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયકવાડ પરિવાર ગુજરાતના વડોદરા મધ્યમાં આવેલ ભવ્ય લક્ષ્મીવિલાસ મહેલમાં રહે છે. આ ઇન્ડો-સેરેસિનિક રિવાઇવલ આર્કિટેક્ચર પર રચાયેલ મહેલનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1890 માં કરાવ્યું હતું. આ મહેલ બંધાવવા માટેની કિંમત અંદાજે ₹ 27,00,000 હતી. મહેલનું બાંધકામ 1878 માં શરૂ થયું હતું. મહેલના નિર્માણને પૂર્ણ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. એક વાત એવી પણ સામે આવેલ કે મહેલના આર્કિટેક્ટર મેજર ચાર્લ્સ મંટે મહેલનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ પોતાના જીવનનો અંત આણ્યો હતો. એક માહિતી મુજબ તેણે તેની ગણતરીઓનો અભ્યાસ કર્યો અને વિચાર્યું કે મહેલ તૂટી જશે. જો કે, લક્ષ્મી વિલાસ પેલેસ 142 વર્ષ પછી પણ અડીખમ ઉભો છે.