જુનાગઢના ગીરનાર પર્વત પર બનાવેલા આધુનિક રોપ-વે આજે સતત બીજા દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવાયો

0
915

અંબાલાલ પટેલ દ્વારા આંધી-વંટોળવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી હતી તેની અસરો હવે રાજ્યમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેક-ઠેકાણે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આવામાં જૂનાગઢમાં સતત બીજા દિવસે રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ જાનહાની કે અકસ્મિક ઘટના ના બને તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ વેકેશનનો સમય છે ત્યારે સૌરાષ્ટ્ર દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. જંગલ, દરિયો અને પર્વતો સહિતના ફરવા લાયક સ્થળો અહીં આવેલા છે. જેમાંથી એક જુનાગઢ પણ છે. અહીં બનાવવામાં આવેલા રોપ-વેના કારણે તેનું આકર્ષણ વધ્યું છે. જોકે, ભારે પવનના કારણે સતત બે દિવસથી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે.
રોપ-વે સેવા સોમવાર બાદ આજે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કહેવાય છે કે અનુકૂળ વાતાવરણ બન્યા બાદ ફરી રોપ-વે સેવા શરુ કરવામાં આવશે. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે વાદળછાયું અને આંધી-વંટોળવાળું વાતાવરણ બન્યું છે.
જુનાગઢમાં ગીરનાર પર્વત પર અંબાજી માતાના મંદિર સુધી જવા માટે તૈયાર કરાયેલી આધુનિક રોપ-વે સેવા ભારે પવનના કારણે બંધ રાખવામાં આવી છે. યાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.