જાડેજાનો જાદુ ચાલ્યો : ઓસ્ટ્રેલિયની ટીમ 177માં ઓલઆઉટ

0
1828

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના વિદર્ભ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 11મી વખત 5 વિકેટ લીધી. આ ઉપરાંત અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. ઝડપી હતી જયારે ભારતે દિવસના અંતે એક વિકટ ગુમાવી 77 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ ઝડપી ફીફટી ફટકારી હતી. જયારે કે.આર. રાહુલ 20 રન બનાવી આઉટ થયો હતો.
સ્પિનર રવિચંદ્રન અશ્વિને એલેક્સ કેરીને 36 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સાથે અશ્વિનની ટેસ્ટમાં 450 વિકેટ પૂરી કરી છે. અશ્વિન પોતાની 89મી ટેસ્ટમાં 450 વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બોલર બની ગયો છે.
ભારતના બોલરોએ ઘાતક બોલીંગ કરતા ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનર્સને સસ્તામાં આઉટ કરી દીધા હતા. વોર્નર અને ખ્વાજા એક-એક રન બનાવી આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાની ખરાબ શરુઆત થઈ છે.
ભારતીય ટીમ:રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની ટીમ:ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટમાં), પેટ કમિન્સ (સી), નાથન લિયોન, ટોડ મર્ફી, સ્કોટ બોલેન્ડ
ભારતીય ટીમ માટે આ મેચ સાથે સૂર્યકુમાર યાદવ અને વિકેટકીપર કેએસ ભરતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. ટોડ મર્ફીને ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. રોહિત શર્મા આ મેચમાં ત્રણ સ્પિનરો અને બે ફાસ્ટ બોલર સાથે ઉતર્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્ત્વની રહેશે. ટીમ ઈન્ડિયાની હાર કે જીતથી તેની રેન્કિંગની સાથે સાથે ઈંઈઈ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ફરક પડશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમની નજર ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર ટકેલી છે. આ શ્રેણી બાદ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 થી 11 જૂન દરમિયાન લંડનમાં યોજાવાની છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલની ટોપ-2
ટીમો વચ્ચે આ ફાઈનલ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમે નંબર-1 પર રહીને પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.