જામનગર : શંકર ટેકરી વિસ્તારમાં મ્યુઝિક સિસ્ટમ ફીટ કરતી વેળાએ વિજશોક લાગતા ૧૩ વર્ષના તરુણનું મોત

0
2446

જામનગરમાં આવેલા શંકર ટેકરી વિસ્તારમાં રજાનગરમાં રહેતા પરિવારનો ૧૩ વર્ષનો તરુણ મ્યુઝિક સિસ્ટમ ફીટ કરતો હતો તે વખતે અકસ્માતે વિજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેથી તરુણને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો
જ્યાં તેને પ્રાથમિક સારવારમાં દમ તોડતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.વધુમાં પોલીસમાંથી મળેલ વિગત મુજબ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલા રજાનગરમાં રહેતા પરિવારનો અકમલ અલ્તાફભાઈ પાવ નામનો ૧૩ વર્ષનો તરુણ પોતાના ઘરે મ્યુઝિક સિસ્ટમ ફીટ કરતો હતો ત્યારે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. તરુણને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખનાગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તરુણની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તરુણે હોસ્પિટલના બિછાને દમ તોડયો હતો.આ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલ જઈ જરૂરી કાગળિયાઓ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. માસુમ બાળકના આકસ્મિક મોતથી પરિવારમાં માતમ છવાયો છે.