જામનગર: છાસવાલા શોપની આઇસક્રીમમાંથી નીકળ્યો વંદો;કસ્ટમર કેર પર વાત કરતા થયું કંઈક આવું જાણો !

0
437

જામનગરના પંચવટી હોસ્પિટલ પાસે આવેલ છાસવાલા શોપની આઇસક્રીમમાંથી વંદો નીકળ્યાનું સામે આવ્યું છે. છાસવાલાની શોપમાં જીવાત નીકળવાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. મૂળ વાત એવી છે કે, એક જાગૃત ગ્રાહકે છાસવાલા શોપથી આઈસ્ક્રીમ લીધા બાદ તેમાં જીવાત જેવુ દેખાતા તાત્કાલિક તેમણે છાસવાલાના કસ્ટમર કેર નંબર પર વાત કરી હતી. જોકે કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં જવાબ આપ્યાનો આક્ષેપ થયો છે.
આ તરફ ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઑ સ્થળ પર પહોંચી ચેકિંગ કરતાં ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. જેને લઈ તાત્કાલિક અસરથી વેચાણ બંધ કરવામાં આવ્યું છે.


સમગ્ર ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં અધિકારીઓની શોપમાં તપાસ કરતાં ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. જેને લઈ એક અધિકારીએ જણાવ્યું છે કે, પેઢીની સાફ-સફાઈ, પેઢીની તમામ જગ્યાએ પેસ્ટીસાઈડ કરાવી અને સર્ટિફાઇડ કરવા જણાવવામાં આવ્યું છે. આ સાથે ઓફિસે રૂબરૂ રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ જ છાસવાલા પેઢી ચાલુ કરવામાં આવશે.