જામનગર : ધ્રોલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત

0
1341

જામનગરના ધ્રોલમાં અચાનક વિદ્યાર્થીના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો છે. અચાનક જ ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી વ્યાપી છે. બનાવની વાત કરીએ તો ધ્રોલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો વ્રજ સોરઠિયા નામનો વિદ્યાર્થી અચાનક બેભાન થયો હતો. જેથી તેને હોસ્પિટલ લઇ જવાયો હતો.

જ્યાં ડોક્ટરોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. હાલ વિદ્યાર્થીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ જાણવા મળશે. સૈનિક સ્કૂલની તૈયારી કરવા માટે વ્રજ સોરઠિયા ધ્રોલમાં શિક્ષકને ત્યાં રહેતો હતો.

તો આ અગાઉ સુરતમાં ભારે રોગચાળાના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ જાણે ઉભરાઇ રહ્યા છે. કમળો, ગેસ્ટ્રો, મેલેરિયા, ઝાડા-ઉલટીના કેસમાં ધરખમ વધારો નોંધાતો જઇ રહ્યો છે. નાના બાળકોમાં કફ અને શરદીના કેસમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે રોગચાળાએ વધુ 2 લોકોનો ભોગ લીધા હતા. બીમારીમાં સપડાયેલા વધુ 2 વ્યક્તિના મોત થયા હતા.