જામનગર: ટ્રકચાલકને માર મારી લુંટ ચલાવનારને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પોલીસે ત્રિપુટીની અટકાયત કરી

0
630

જામનગરમાં મેહુલ સિનેમેક્સ વાળા રોડ પર બે દિવસ પહેલાં રાત્રિના સમયે નીકળેલા એક ટૂક ચાલકને માર મારી રૂપિયા 5,000 ની લૂંટ ચલાવવા અંગેની ફરિયાદના પ્રકરણમાં સિટી સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખી એક લૂંટારૂ ત્રિપુટીની અટકાયત કરી છે.
આ બનાવની મળતી માહિતી મુજબ જામનગર તાલુકાના મોરકંડામાં રહેતો આરીફભાઈ મોહમ્મદભાઈ નામનો ટ્રકચાલક પોતાનો ટૂકે લઈને બે દિવસ પહેલાં રાત્રિના સમયે પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને ખટારો રોકાવી નીચે ઉતારી માર માર્યો હતો અને ટૂકમાં તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી. ઉપરાંત તેમની પાસેથી રૂપિયા 5,000 ની લૂંટ ચલાવાઈ હતી.
જે બાદ તમામ આરોપીઓ કારમાં ભાગી છૂટ્યા હતા. જે મામલો સીટી સી ડિવિઝન પોલીસમાં લઈ જવાયા પછી ગણતરીના કલાકોમાં જ પોલીસે લુટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને ત્રણ શખ્સની અટકાયત કરી લીધી છે, જ્યારે તેઓ પાસેથી બનાવમાં ઉપયોગમાં લેવાયેલા લાકડાના ધોકા, પાઇપ, ઇકો કાર, મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબ્જે કરી લેવામાં આવી છે.