જામનગર: ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે બે કારમાંથી ૩૩૬ નંગ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરની અટકાયત કરી

0
1745

જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમેં ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે વોચ ગોઠવી જુદી જુદી બે કારમાં ઘુસાડવામાં આવી રહેલો ઈંગ્લીશ દારૂની ૩૩૬ નંગ દારૂની બાટલીનો જથ્થો પકડી પાડયો છે, અને બે નંગ કાર સહિત ૬.૯૪ લાખની માલમત્તા સાથે ત્રણ બુટલેગરની અટકાયત કરી છે, જયારે અન્ય ત્રણના નામો ખુલ્યા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર શહેરમાં જુદી જુદી બે કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી બાતમીના આધારે ધ્રોળ તાલુકાના સોયલ ગામ પાસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન અલગ અલગ બેકાર આવતાં તે બંનેને આંતરીને તલાસી લેવામાં આવી હતી. જે તલાસી દરમિયાન બંને કારમાંથી 336 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂ અને કાર સહિત રૂપિયા ૬,૯૪,૦૦૦ની માલમતા કબજે કરી છે. જ્યારે દારૂની હેરાફેરી કરી રહેલા જામનગરના ત્રણ બુટલેગરો વિમલ ઉર્ફે ડોડારો તુલસીભાઈ પમનાણી, જીગર ઉર્ફે રવિકુસ મનસુખભાઈ નાખવા અને જીતેન્દ્ર ઉર્ફે જઇલો જગદીશભાઈ ચાવડા નામના ત્રણ બુટલેગરની અટકાયત કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરના દર્શન ભાનુશાળી તેમજ પિન્ટુ ઉર્ફે બાઠીયો નામના બે શખ્સોએ મંગાવ્યો હોવાનું અને કચ્છના રાપર તાલુકાના બાલાસરી ગામના ભગવાન ઉર્ફ હરી ભરવાડ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જાણવા મળ્યું હોવાથી તે ત્રણેયને ફરાર જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓ જુદા જુદા છ જેટલા દારૂના ગુનામાં નાસ્તા ફરતા હતા અને તમામ વોન્ટેડ હોવાથી તેઓની અટકાયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.