ફળોની રાણી કહેવાતી કેસર કેરીના નામથી જ લોકોના મોં મા પાણી આવી જાય છે. સોરઠમાં કેસર કેરીનું ખૂબ સારું ઉત્પાદન થાય છે જેની નિકાસ વિદેશમાં થઇ રહી છે. ત્યારે સાસણ નજીક આવેલા નાના એવા ભાલછેલ ગામમાં અનીલ ફાર્મ આવેલું છે. જેમાં ૨૫૦થી વધુ પ્રકારની આંબાની જાતો જોવા મળે છે. અહીં આંબાની કલમ બનાવી ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. ફાર્મ માલિક સમસુદ્દીનભાઇ ઝારીયાના પુત્ર સુમિત ઝારીયા ૮ દિવસ જાપાનના પ્રવાસે ગયા હતા.
જાપાનની સુપ્રસિદ્ધ કેરી મિયાવાકીના ઉત્પાદન વિશે માહિતી મેળવી હતી. જાપાનથી તેઓ ૧૦ કેરી લાવ્યા હતા. તાલાલાના સેન્ટર ઓફ એક્સલેન્સ ખાતે ૨ દિવસીય પ્રદર્શન માટે ઇરવીન એપલ મેંગો મુકવામાં આવી હતી. અગાઉ ફાર્મ માલિક સમસુદીનભાઇએ વિશ્વ પ્રસિદ્ધ જાપાનની કેરીની કલમ મેળવી પોતાના ફાર્મમાં વાવેતર કર્યું હતું. ૧૦ જેટલી કલમનું વાવેતર કર્યુ છે જેનો સમયગાળો એક વર્ષ થયો છે. જેમાં ફ્લાવરીંગ આવી રહ્યું છે આગામી વર્ષોમાં તેમાંથી ઉત્પાદન મેળવી શકાશે.
સિઝનના પેલા ઓક્શનમાં અઢી લાખની એક કિલો કેરી વેચાય છેઃ જી હાં, જાપાનમાં સિઝનના પેલા ઓક્શનમાં અઢી લાખની ૧ કિલો ઇરવીન એપલ મેંગોનું વેંચાણ થાય છે. જેની ખાસ વિશેષતા હોય છે. જે નોર્મલ કેરી હોતી નથી. સાડા ૩૦૦ ગ્રામ વજન ધરાવતી હોય છે. ફ્રુટમાં ઉપર અને અંદરના કલરનું બેલેન્સ જાળવવામાં આવે છે. કેરીનું સિલેક્શન થાય છે બાદમાં ઓક્શનમાં મુકવામાં આવે છે. સાઇઝ પ્રમાણે ઓછા ભાવમાં પણ કેરીનું વેંચાણ થાય છે. ફ્રુટમાં કોઇ ડાઘ જોવા નહીં મળે.