જુનાગઢ કૃષિ યુનિ.ને સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાના ત્રણ એવોર્ડ:અમરેલીને શ્રેષ્ઠ તલ સંશોધન કેન્દ્રનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

0
5386

મુખ્ય ૮ તેલીબીયા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિ. તથા મગફળી સંશોધન નિર્દેશાય, આઈસીએઆર જુનાગઢના સંયુકત ઉપક્રમે તા.૨૪ થી ૨૬ મે ૨૦૨૩ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાનો વાર્ષિક મગફળી સંશોધન અંગેનો વર્કશોપ યોજાયો હતો જેમાં અગત્યના ખેતી પાકોમાં ગુણવતા સભર બીજ ઉત્પાદન બદલ બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ જુનાગઢ કૃષિ યુનિ.ને બેસ્ટ સીડ હબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હતું.
તા.૩૧ મેથી જુનના રોજ રાષ્ટ્રીય કૃષિની એન્યુઅલ ગ્રુપ મીટીંગ, તેલીબીયા પાકો દિવેલા તલ અને સૂર્યમુખી કૃષિ સંશોધન કેન્દ્ર કૃષિ યુની. મંગેર જોધપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલ હતો. જેમાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ દરમ્યાન કરેલ સંશોધન કામગીરીની સમીક્ષાના આધારે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ઓઈલ સીડ રિસર્ચ હૈદ્રાબાદ દ્વારા દિવેલા સંશોધન કેન્દ્ર અને કૃષિ સંશોધન કેન્દ્રનું કૃષિ યુનિ. અમરેલીને શ્રેષ્ઠ તલ સંશોધન કેન્દ્રનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.