જૂનાગઢમાં આભ ફાટ્યું : શહેરમાં પ્રચંડ પૂર

0
1338

જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જમીન ત્યા જળ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વાહનો તણાઇ ગયા છે. મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. એક નજરે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

લોકો જીવ બચાવવા ધાબે ચડી ગયા છે. મેઘરાજાએ કહેર વર્તાવતાં સ્થિતિ અતિગંભીર બની રહી છે. અનેક કારો તણખલાની જેમ તણાઇ રહી છે.જૂનાગઢમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ચાર કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું ગયું હતું. જેના પગલે જૂનાગઢમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું. બીજી તરફ જૂનાગઢ શહેરમાં આજે 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.