ઓસ્ટ્રેલિયામાં કોર્પોરેટર તરીકે મૂળ રાજકોટના કેયુર કામદાર ચૂંટાયા

0
1182

ઓસ્ટ્રેલિયામાં કોર્પોરેટર તરીકે મૂળ રાજકોટના કેયુર કામદાર ચૂંટાયા

ગુજરાતીઓ જ્યાં જ્યાં જતા હોય છે ત્યાં ત્યાં તેઓ પોતાની અલગ ઓળખ બનાવી લેતા હોય છે.પારકાને પોતાના કરવાની આવડત ફક્ત ગુજરાતીઓ પાસે જ હોય છે.આવી જ વાત ઓસ્ટ્રેલિયામાં બની છે.મૂળ રાજકોટના હાલ ઓસ્ટ્રેલિયા વસતા કેયુરભાઈ કામદાર ઓસ્ટ્રેલિયામાં કોર્પોરેટ તરીકે ચૂંટાયા છે.
રાજકોટના જાણીતા કરવેરા સલાહકાર સ્વ.યોગેશભાઈ કામદારના મોટા પુત્ર  કેયુરભાઈ કામદારે ઑસ્ટ્રેલિયામાં અત્યંત મહત્ત્વની ગણાતાં કાઉન્સીલ ઈલેક્શનમાં જ્વલંત જીત હાંસલ કરીને ભરાતનું નામ રોશન કર્યું છે. છેલ્લા 14 વર્ષથી ઑસ્ટ્રેલિયામાં જ સ્થાયી થયેલા કેયુરભાઈએ પર્થના સિટી ઑફ આર્માડેલના રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં 6 ટર્મથી ચૂંટાઈ રહેલા અને 14 વર્ષથી  ડેપ્યુટી મેયર તરીકે કાર્યરત ઉમેદવારને હરાવીને ચૂંટણીમાં જીત મેળવી છે. આ સાથે જ ઑસ્ટ્રેલિયામાં ચૂંટાનારા કેયુરભાઈ કામદાર પહેલાં ગુજરાતી પણ બન્યા છે. જીત મેળવ્યા બાદ તેમણે કાઉન્સીલર તરીકેના શપથ ગ્રહણ કરી લીધા છે અને વૉર્ડના વિકાસ માટેની કામગીરી શરૂ કરી છે.રેનફોર્ડ વોર્ડમાં ગુજરાતી, પંજાબી અને દક્ષિણ ભારતીય રાજ્યમાંથી આવતાં લોકોની વસતી 20થી 25% જેટલી છે. રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં તેમને 1339 મત મળ્યા હતા તો તેમના હરિફ ઉમેદવારને 875 મત પ્રાપ્ત થયા હતા.