મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા અને લોકોનો અભિપ્રાય જાણવા કરી માંગ : કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ
રાજકોટ, તા. 29
રાજકોટ ના કાલાવડ રોડ પર જે બ્રિજની નીચે ગેમઝોન બનાવવાનો જે પ્રોજેક્ટ મહાનગરપાલિકાએ જે અમલી બનાવ્યો છે તે પ્રોજેક્ટને રદ કરવા માટે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને વિરોધ પણ દર્શાવ્યો હતો મળતી માહિતી મુજબ ગઈકાલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે મ્યુનિ કમિશનર પાસેથી કોઈ યોગ્ય પ્રતિ ઉત્તર મળ્યો નથી ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા લોકો તથા વેપારીઓના તથા વિદ્યાર્થીઓના અવરજવર કરતા શહેરીજનો ના સલામતી અંગે અનેકવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હાલ મહત્વની વાત તો તે છે કે ગેમઝોન અંગેના અભિપ્રાય મેળવવામાં જે આવ્યા અને તેમાં લોકોએ નકારાત્મક અભિપ્રાયો આપતા આ ગેમ ઝોન બ્રિજ નીચેથી અન્ય સ્થળ પર ખસેડવા માટેની રજૂઆત કરવામાં આવી છે એટલું જ નહીં બ્રિજની નીચે ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમ નકારાત્મક રિપોર્ટ આપવામાં આવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ મહાનગરપાલિકાના કમિશનરને થર્ડ મુલાકાત કરવા તથા લોકોના તથા ત્યાં વેપાર કરતાં વ્યાપારીઓના અભિપ્રાયો જાણવા માટે જણાવ્યું હતું અને આ પ્રોજેક્ટને હાલ રદ કરવા નો નિર્ણય લેવામાં આવે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ રોડ પર જે ન્યુ પરિમલ સ્કૂલ આવેલી છે તેમાં ગેમ ઝોન નું કામ હાલ ચાલી રહ્યું છે છતાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્લે કાર્ડ સાથે ના ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં સત્તાધીશો આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં કોઈ નક્કર પગલા લેવા માટે કોંગ્રેસ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.
કાલાવડ રોડ બ્રીજ હેઠળ જે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે તેમાં રાજકોટમાં બીજો કોઈ ટીઆરપી અગ્નિકાંડ ન થાય તે માટે શું જવાબદારી મહાનગરપાલિકા સ્વીકારશે તે અંગે પણ અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાનું માનવું છે કે અન્ય મહાનગરોમાં આ પ્રકારની અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે જેમાં કોઈ પણ પ્રકારની અડચણ લોકોને અથવા તો ત્યાં આવતા લોકોને મળતી નથી પરંતુ હવે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો તે બાદ વિપક્ષ અને સ્થાનિકોમાં એ ડર બેસી ગયો છે અને કારણોસર આ પ્રોજેક્ટ અંગે તેઓ સતત વિરોધ નોંધાવી રહ્યા છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા હાલ જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાને લઈ હવે મહાનગરપાલિકા કયા પગલાં ભરશે તે જરૂૂરી છે. મ્યુનિસિપલ કમિશનર ને સ્થળ મુલાકાત લેવા માટે અને આ ગેમ ઝોન અંગે યોગ્ય માહિતી મેળવવા જણાવવામાં આવ્યું છે ત્યારે કાલાવડ રોડ પર ન્યુ પરિમલ સ્કૂલ સામે આવેલા ગેમ ઝોન નું કામ હાલ એનઓસી વગર શરૂૂ કરી દેવામાં આવ્યું છે તે જગ્યા ની નજીકમાં કોંગ્રેસ દ્વારા પ્લે કાર્ડ સાથેના ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.