હોમમેડ એલોવેરા જેલ કેવી રીતે ઉપયોગ કરવાથી થશે ફાયદા તે જાણો

0
221

એલોવેરામાં ઘણા એવા ગુણ હોય છે તમારી જરૂરિયાત મુજબ કામ કરે છે . એલોવેરાને ખાવામાં , પીવામાં , કે પછી તેનો કોઈ સામગ્રી બનાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે . જે તમારી ત્વચાને લાભ આપે છે. તેની અંદર મોઇશ્ચરાઇઝિંગ ગુણો જોવા મળે છે, જે તમારી ત્વચાને અંદરથી પોષણ આપે છે. એલોવેરાનો ઉપયોગ કરીને ખીલ અને પિમ્પલ્સની સમસ્યા દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે એલોવેરા નાઈટ ક્રીમ બનાવવાની રીત લઈને આવ્યા છીએ. આ ક્રીમના સતત ઉપયોગથી તમારી ત્વચાનું ટેક્સચર સારું રહે છે. આ સાથે જ તમારી સ્કિન પણ ટાઈટ રહે છે જેના કારણે તમે લાંબા સમય સુધી યુવાન દેખાશો. તેના સતત ઉપયોગથી તમારી ત્વચા અંદરથી ચમકદાર રહે છે, તો ચાલો જાણીએ નાઈટ ક્રીમ બનાવવી.
એલોવેરા નાઈટ ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રીમાં ગ્રીન ટી,ગુલાબજળ,એલોવેરા જેલ,બીસવેક્સને ઉપયોગમાં લેવામાં આવે છે .
આ નાઇટ ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો.પછી તમે બે ચમચી ગ્રીન ટીનો એક્સટ્રેકટ અને થોડું બીસવેક્સ ઉમેરો અને તેને મિક્સ કરો. ત્યારબાદ પછી તમે આ બંને વસ્તુઓને બોઈલ કરો.પછી તમે તેને ઠંડુ થવા માટે છોડી દો.આ પછી, તમે તેમાં ગુલાબ જળ અને એલોવેરા જેલ નાખો.પછી તમે તેને સારી રીતે મિક્સ કરી લો.હવે એલોવેરા જેલથી બનેલી સ્કાર્સ રિમૂવલ ક્રીમ તૈયાર છે.પછી તમે તેને એક ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખો.આ રીતે તમે નિયમિત ક્રીમની જગ્યાએ દરરોજ રાત્રે ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ પછી નાઇટ ક્રીમનો ઉપયોગ કરો.