અમરેલી જિલ્લામાં દીપડાની ગણતરી પૂર્ણ

0
1512

અમરેલી જિલ્લાનાં પાલીતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ વનવિભાગની ટીમો દ્વારા દીપડાની ગણતરી પૂર્ણ કરી તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ છે. રાજ્યમાં તારીખ 5 થી 7 મે સુધી વન્યપ્રાણી દીપડાની ગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતું પાલીતાણા શેત્રુંજી વનવિભાગ ડિવિઝનનાં ડી.સી.એફ. જયન પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

રાજુલા,પાલીતાણા, લીલીયા, મહુવા,તળાજા, જેસર અને જાફરાબાદ સહિતનાં વિસ્તારોમાં ગણતરી બાબતે અગાઉ ડી.સી.એફ. દ્વારા બેઠકો કરી, જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાફરાબાદ, મહુવા વિસ્તારમાં દીપડા જોવા મળ્યા હતા અને આ ગણતરીમાં સગડના આધારે ગણતરી કરવામાં આવી હતી. જ્યાં દીપડાના સગડ જે વિસ્તારમાં જોવા મળે તેના આધારે દીપડાની સંખ્યા નક્કી કરવામાં આવશે. ઉપરાંત દીપડો કેટલી ઉમરનો છે દીપડાના જ સગડ છે કે કેમ તેના માટે જે સગડ હોય છે તે સગડમાં પી.ઓ.પી. પૂરે છે જેના આધારે નક્કી થાય દીપડાના જ સગડ છે. જીપીએસ સાથે ફોટોગ્રાફી ટ્રેક સરકારી કેમેરા સહિતની મદદ લેવાઈ હતી હાલમાં દીપડાની વસ્તીગણતરી પૂર્ણ કરવામાં આવી છે.

તૃણભક્ષી પ્રાણી ઝરખ, વિઝ, ઘુવડ, જંગલ કેટ, ચાહુડી, નીલગાય, સિતલ, સોસિયા, સાંભર અને જંગલી ભૂંડ સહિતની ગણતરી હાથ ધરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વન્યપ્રાણીઓ જોવા મળી રહ્યા છે આ કામગીરીમાં ડી.સી.એફ. એ.સી.એફ.,આર.એફ.ઓ. ફોરેસ્ટર ટ્રેકર સહિતનાં કર્મચારીઓ ફિલ્ડમાં કામગીરી કરી રહ્યા છે. જેના કારણે રેવન્યુ અને જંગલ વિસ્તારમાં સતત ગણતરી ચાલી રહી છે.