જીએસટી રીટર્ન-1માં ટર્નઓવરના આધારે ચાર કે છ આંકડાનો એચએસએન કોડ દર્શાવવો ફરજીયાત 

0
145

જીએસટી રીટર્ન-1માં ટર્નઓવરના આધારે ચાર કે છ આંકડાનો એચએસએન કોડ દર્શાવવો ફરજીયાત 

આગામી તા.1 ઓગષ્ટથી જીએસટીઆર-1 માં હવે એચએસએન કોડ દર્શાવવો ફરજીયાત થઈ જશે. ગત વર્ષે બહાર પડાયેલા નોટીફીકેશન મુજબ જીએસટી રીટર્ન-1માં ટર્નઓવરના આધારે ચાર આંકડા કે છ આંકડાનો એચએસએન કોડ દર્શાવવો ફરજીયાત બની જશે. જેમાં પ્રથમ તબકકામાં તા.1 એપ્રિલ 2022 થી વાર્ષિક ટર્નઓવર રૂા.5 કરોડ સુધીના ટર્નઓવરમાં તેઓને બે આંકડાનો એચએસએન કોડ દર્શાવવાનું અમલી થઈ ગયું છે.

જયારે બીજા તબકકામાં હવે ફેઈઝ-1ના બીજો પાર્ટ તા.1 ઓગષ્ટ 2022 થી રૂા.5 કરોડ કે તેથી વધુ ટર્નઓવરવાળા જીએસટી નંબર ધારકોએ ચાર આંકડાનો એચએસએન કોડ દર્શાવવો જરૂરી બનશે. જેઓ મેન્યુઅલી પોતાનું રીટર્ન ફાઈલ કરે છે તેઓને ખોટો એચએસએન કોડ દર્શાવે તો તેને વોર્નિંગ કે એલર્ટ મળશે. જીએસટી પોર્ટલમાં આ માટે તબકકાવાર અમલ શરુ થઈ ગયો છે.

આ એચએસએન કોડ એટલે કોઈ વ્યક્તિ ખરીદતા કે વેચતા પહેલા તેને જીએસટીમાં એક નંબર આપવામાં આવ્યો છે અને તે નંબરના આધારે કેટલા ટકા ટેકસ વસુલ કરવામાં આવ્યો છે તેની ગણતરી સીસ્ટમ મારફત જ કરી દેવામાં આવતી હોય છે તેથી વેપારીઓએ માલ વેચતા પુર્વે એચએસએન કોડ લખવાનો રહેશે અને તેના આધારે જીએસટીની જવાબદારી નકકી થાય છે. એચએસએન કોડ લખવાના આંકડામાં થઈ હોય તો સામાવાળા વેપારીને ક્રેડીટ નહી મળે તેવી જોગવાઈ આ સીસ્ટમમાં કરવામાં આવી છે.