કેરીની સિઝન ચરમસીમાએ જામી:અમ્રુત સમાન ફળ મોંઘુ હોવાના કારણે ગરીબ વર્ગના લોકો માટેકેરી ખાટી સાબિત થઈ

0
664

ઉનાળાની સિઝનનુ સૌથી શ્રેષ્ઠ અને આબાલવૃદ્ધ સૌવ કોઈનું મનપસંદ ફળ એટલે કેરી હાલમાં કેરીની સિઝન ચરમસીમાએ જામી છે બજારો કેસર કેરી થી ઉભરાઈ રહી છે પરંતુ આ વર્ષે ઉનાળાનું અમ્રુત સમાન ફળ મોંઘુ હોવાના કારણે ગરીબ વર્ગના લોકો માટે આજે પણ કેરી ખાટી સાબિત થઈ રહી છે.
દર વર્ષે લોકો ઉનાળામાં સૌથી વધુ પ્રિયફળ એવાં કેરીની આતુરતાથી રાહ જોવાતી હોય છે સામન્યત: એપ્રિલ માસના આરંભથી જ બજારોમાં કેરી વેચાણ માટે આવવા લાગે છે. પરંતુ ખરી સિઝન મેં મહિનાથી શરૂ થાય છે અને જૂન માસનાં ઉતરાર્ધ સુધી ચાલે છે ભાવનગરમાં કેરીની કુલ જરૂરિયાત પૈકી ૮૦ ટકા હિસ્સો જુનાગઢ પંથકમાંથી આવે છે જુનાગઢ ગિરસોમનાથ સહિતના જિલ્લા માથી આવતી કેસર કેરી વર્ષોથી વખણાય છે મોટા ભાગે આજ કેરીનો ઉપયોગ લોકો કરે છે પરંતુ કેસર સિવાય રાજાપુરી, હાફૂસ, લંગડો, બદામ, કચ્છી, કેસર, વલસાડી, હાફૂસ સહિતની કેરીની જાત પણ ભાવનગરમાં વેચવા માટે આવે છે.
હાલમાં જુનાગઢ ના વંથલી તાલા કેશોદ સહિતના તાલુકા તથા અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાંથી દરરોજ વાહનો ભરી ભરીને કેરી ભાવનગરની બજારોમાં ઠલવાઈ રહી છે વધતી જતી મોંઘવારી ને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનવા સાથે વારંવાર થતાં માવઠાઓ અને વિષમ પરિસ્થિતિ ને પગલે કેરીના ભાવ અન્ય શહેરોની તુલનાએ ભાવનગરમાં વધુ રહે છે હાલમાં રૂપિયા ૧૦૦ થી લઈને ૨૫૦ રૂપિયા પ્રતિકિલોના ભાવે કેરીનું વેચાણ થઈ રહ્યું છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોસીયા અલંગ સહિતના ગામડાઓમાં કેરીનુ ઉત્પાદન થાય છે એજ રીતે પાલીતાણા તથા જેસર તાલુકામાં પણ કેસર કેરીનું સારું એવું ઉત્પાદન થાય છે પરંતુ આ તાલુકાની કેરીનું મોટા ભાગે વેચાણ તાલુકા તથા આસપાસના ગામડાઓમાં જ થઈ જતું હોવાથી ભાવનગર સુધી આ કેરીનો જથ્થો ઓછો આવે છે એજ રીતે છેલ્લા વર્ષોમાં જયારે કેસર કેરીની સિઝન પુરી થવાનો સમય આવે ત્યારે પરપ્રાંત માથી કેરીની આવક શરૂ થાય છે અને સાથે કચ્છથી પણ ખાસ પ્રકારની કેરી આવવા લાગે છે આમ સરેરાંશ દોઢ થી ત્રણ માસ સુધી કેરીની સિઝન ચાલે છે.