અતીક-અશરફ હત્યાકાંડનાં ૩ આરોપીઓની પૂછપરછમાં થયા અનેક ખુલાસા

0
780

પ્રયાગરાજમાં પોલીસ માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યાના આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. સૂત્રોના અનુસાર માહિતી મળી છે કે , પોલીસ કસ્ટડીમાં શૂટર સનીએ કબૂલાત કરી છે કે, આ ત્રણેય આરોપીઓને દિલ્હીની જીતેન્દ્ર ગોગી ગેંગના સંપર્કમાંથી હથિયારો મળ્યા હતા. તદઉપરાંત કાનપુરનો બાબર પણ આ ગેંગ સાથે સંકળાયેલો હતો. બાબર દ્વારા જ આ લોકો ગોગી ગેંગના સંપર્કમાં આવ્યા હતા. જોકે પોલીસના કહેવા મુજબ આ નિવેદનો સતત બદલાતા રહે છે.અતીક-અશરફ હત્યાકાંડમાં સતત અપડેટ સામે આવી રહ્યા છે. આ તરફ હવે પોલીસ પણ આરોપીઓની પૂછપરછ કરીને તેમના દાવાઓનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે.

આ ત્રણેય આરોપીએ અગાઉ પણ કબુલાત કરી હતી કે , લોરેન્સ વિશ્નોઈ જેવા બનવા માગતા હતા. આરોપીએ કબૂલ્યું હતું કે, હોસ્પિટલમાં પોલીસ પર ગોળીબાર કરવાની કોઈ યોજના નહોતી. ત્રણેય મરવા નહોતા આવ્યા એટલે શરણે ગયા. સન્ની સિંહના ગુનાનું કનેક્શન યુપીના ઘણા જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. સનીનો ક્રાઈમ ઈતિહાસ પણ જાલૌનમાં જોડાયેલો છે. વર્ષ 2019માં તે તેના એક સાથી સાથે સ્કોર્પિયો કાર લૂંટીને ભાગી ગયો હતો. આ દરમિયાન તેનું કડૌરા પોલીસ સાથે પણ એન્કાઉન્ટર થયું હતું.

આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, ત્રણેય આરોપી 12 એપ્રિલે લખનૌથી બસ દ્વારા પ્રયાગરાજ પહોંચ્યા હતા. ત્રણેય કેલ્વિન હોસ્પિટલથી દોઢ કિલોમીટર દૂર રેલ્વે સ્ટેશનની સામે આવેલી હોટલમાં રોકાયા હતા. અગાઉ 13 એપ્રિલે કોર્ટમાં જ અતીક અશરફને મારી નાખવાની યોજના હતી, પરંતુ તે સમયે તેને તક મળી ન હતી. આ પછી 15 એપ્રિલે દિવસ દરમિયાન તેઓએ કેલ્વિન હોસ્પિટલની રેકી કરી હતી. બે નવા મોબાઈલ ખરીદ્યા પરંતુ સિમકાર્ડ માટે નકલી આઈડી એકત્રિત કરી શક્યા નહીં. અતીક અને અશરફને ગોળી માર્યા પછી ત્રણેયએ તેમના ડરને દૂર કરવા માટે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.