મોરબીમાં વેપારી પરિવારનો સામુહિક આપઘાત ; સુસાઈડ નોટમાં અંગત કારણ

0
103

‘કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં’: સુસાઇડ નોટના શબ્દો
રાજ્યમાં ફરી એકવાર સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મોરબીમાં એક વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેયે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.

મોરબીના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેયે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. આ તરફ અંગત કારણોસર પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ મૃતકમાં હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર 56, વર્ષાબેન હરેશભાઈ કાનાભાઈ 45 અને તેમના દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર ઉંમર વર્ષ 21નું મોત નીપજ્યું છે. આ તરફ હવે સમગ્ર ઘટનાને પગલે SP સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને ડેડબોડીને PM અર્થે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ઘરની અંદરથી એક સુસાઇડ નોટ મળી આવેલ છે જેમાં હરેશભાઈ કાનાબારની નીચે સહી કરેલી છે અને “તે જીવનથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં” એવો ઉલ્લેખ તેમણે પોતાની સુસાઇડ નોટમાં કરેલ છે. જોકે આ સુસાઇડ નોટ ખરેખર હરેશભાઈ લખી છે કે અન્ય કોઈએ તે પણ એક તપાસમાં વિષય છે. સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આર્થિક મૂંઝવણના કારણે હરેશભાઈ કાનાબાર અને તેના પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.

શું છે મામલો

મોરબી શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્નિ અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામુહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઇ છહતી. બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.57, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.55 અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.20એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

મૃતક હરેશભાઇને હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલા જ પુત્ર હર્ષનો જન્મ દિવસ હોવાનું નજીકના પરિવારજનોએ જણાવ્યું હતું. બીજી તરફ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું અને સ્યુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે, હાલમાં પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે.

ચોંકાવનારી બાબત એ છે કે, સામુહિક આપઘાત કરી લેનાર દંપતીએ કઠણ કાળજે આ અંતિમ પગલું ભરવા માટે ત્રણેય વ્યક્તિએ ફ્લેટમાં અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો જેમા એક વ્યક્તિ બેડરૂમમાં, એક વ્યક્તિ હોલમાં અને એક વ્યક્તિએ રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં પોલીસે આ ગંભીર બનાવમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.