World Urban Forum 11માં ભાગ લેવા પોલેન્ડ જવા રવાના થતા મેયર ડૉ.પ્રદિપ ડવ:તા.26 થી તા.30 જુન સુધી  આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન

0
5742

World Urban Forum 11માં ભાગ લેવા પોલેન્ડ જવા રવાના થતા મેયર ડૉ.પ્રદિપ ડવ:તા.26 થી તા.30 જુન સુધી  આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન

ઝડપી શહેરીકરણની વિવિધ અસરો અને અપેક્ષિત પડકારોનો સજ્જતાથી સામનો કરવા માટે શહેરોને તૈયાર કરવા પોલેન્ડના Katowice શહેરમાં તા.૨૬ થી તા.૩૦ જુન સુધી યોજાયુ  આંતરરાષ્ટ્રીય સંમેલન.
ઝડપી શહેરીકરણ અને તેના થકી વિવિધ શહેરો, સમુદાયો, અર્થતંત્રો અને આબોહવા પર થતી અસરની ચર્ચા કરવા, તેમજ આવનાર સમયના અપેક્ષિત પડકારોનો સજ્જતાથી સામનો કરવા માટે શહેરોને તૈયાર કરવા પોલેન્ડના Katowice શહેરમાં World Urban Forum 11 નું આયોજન તા.૨૬ જૂનથી તા.૩૦ જૂન’૨૦૨૨ સુધી કરવામાં આવેલ છે. World Urban Forumની સ્થાપના 2001માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય વિશ્વના વિવિધ શહેરોમાં અનુભવાઇ રહેલ પડકારો અને તેનો સામનો કરવા માટે લેવાઈ રહેલ પગલાઓ અંગે વિશ્વને અવગત કરાવવાનો છે.
World Urban Forum 11નું આયોજન UN-Habitat, પોલેંડના Ministry of Development Funds and Regional Policy તેમજ Municipal Office of Katowice દ્વારા કરવામાં આવેલ છે. Sustainable શહેરીકરણની વૈશ્વિક પરિષદ World Urban Forum 11 માં જોડાવા માટે ૧૭૦ દેશોમાંથી ૨૦,૦૦૦થી વધુ લોકોએ નોંધણી કરાવેલ છે. આવનાર ૫ દિવસો દરમ્યાન વિશ્વના પ્રત્યેક ખૂણેથી આવેલ અનુભવી “આગેવાનો” વધુ સારા શહેરી ભવિષ્ય માટે “અમારા શહેરોનું પરિવર્તન” ની થીમ પર વિવિધ પરિષદ તેમજ પરિસંવાદમાં પોતાના વિચારો અને સૂચનોને રજૂ કરશે, જે વર્તમાન પ્રવાહો, પડકારો અને તકોના આધારે શહેરોના ભાવિ અંગે વધુ આંતરદૃષ્ટિ અને સ્પષ્ટતા પ્રદાન કરશે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સ (NIUA) World Urban Forum 2022 માં ભારત સરકાર સાથે ભાગીદારીમાં વિવિધ વિષયો ઉપર ચર્ચાઓનું આયોજન કરી રહી છે, જેમાં ભારતના શહેરો થકી લેવાઈ રહેલ નવીન પગલાઓને પરિષદ તેમજ પરિસંવાદ થકી રજૂ કરવામાં આવશે. જેનો મુખ્ય આધાર શહેરી આબોહવાના પડકારો અને તેને સંદર્ભકીય કાર્યવાહી, આબોહવામાં સુધારો કરવા માટેની જરૂરી ક્રિયા માટેના ભંડોળ માટેના સહયોગી પ્રયાસો, શહેરી આયોજન અને ડિઝાઇનને પ્રત્યેક નાગરિક માટે સમાવિષ્ટ અને ટકાઉ બનાવવી અને તેના થકી શહેરોમાં અપેક્ષિત પરિવર્તનો પર પરામર્શ કરવાનો રહેશે. જે માટે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) તેમજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સ (NIUA)ના વિવિધ પ્રતિનિધિઑ પણ તા.૨૬ જૂનથી તા.૩૦ જૂન ૨૦૨૨ દરમ્યાન પોલેન્ડના Katowice શહેરમાં World Urban Forum 11 માં હાજર રહેનાર છે.
આ સંદર્ભમાં CapaCITIES પ્રોજેક્ટને NIUA દ્વારા તેમનું કાર્ય દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. CapaCITIES પ્રોજેકટ અંતર્ગત સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન (SDC) દ્વારા ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં કામ કરવા માટે કુલ ૮ શહેરોને સપોર્ટ મળી રહેલ છે. જેમાં ગુજરાત રાજ્યના ૩ શહેરો (અમદાવાદ, રાજકોટ, તથા વડોદરા), તમિલનાડુ રાજ્યના ૩ શહેરો, રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેર તથા પશ્ચિમબંગાળ રાજ્યમાંથી સિલીગુરી શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર ૨૦૧૬થી CapaCITIES પ્રોજેકટનો ભાગ રહેલ છે અને રાજકોટમાં હાથ ધરાયેલ કલાઇમેટ રેસિલિયન્ટ પ્રોજેક્ટ્સની નોંધ લઈને રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવને 30 મી જૂન, 2022ના રોજ પોલેન્ડના Katowice શહેરમાં આયોજિત World Urban Forum 11માં; સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી NIUA/GoI પેવેલિયનમાં રાજકોટ શહેરની સિદ્ધિઓ અને તે મેળવવા માટે શહેરમાં લેવાયેલ પગલાઓ વિષે બોલવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.
CapaCITIES પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં વિવિધ પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન” બનાવેલ છે, જેમાં સમાવિષ્ટ GHG એમીશન ઇન્વેન્ટરીને દર વર્ષે અપડેટ પણ કરવામાં આવે છે. ICLEI South Asia દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં એક રિસોર્સ પર્સન પણ ફાળવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત ક્રિટિકલ અર્બન સેક્ટર્સ જેવાકે, એનેર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, વોટર તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે એમ્બીશીયસ કલાઇમેટ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહેલ છે. રાજકોટ શહેરમાં લેવાઈ રહેલ પગલાઓને ગ્લોબલ પ્લૅટ ફૉર્મ પર રિપોર્ટ પણ કરવામાં આવે છે. જે થકી રાજકોટ સતત ૨૦૧૬થી WWF દ્વારા આયોજિત “One Planet City Challenge” માં ગ્લોબલ કક્ષાએ નેશનલ વિજેતા બનતું રહેલ છે.