રાજકોટ શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે મુકેશ દોશી તો જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરીયાની વરણી

0
452

ગુજરાત ભાજપમાં સંગઠનમાં ચાલી રહેલા ફેરફારમાં હવે રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત મોરબી અને કચ્છના પ્રમુખ પણ બદલાયા છે. હાલમાં જ પ્રદેશ ભાજપ દ્વારા જે રીતે સંગઠનમાં ફેરફારની અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે મુકેશભાઇ દોશીની નિયુકિત કરી છે જયારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશભાઇ ઢોલરીયાને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને જીલ્લા બિન વિવાદસ્પદ વ્યક્તિત્વ ધરાવતા અગ્રણી ની નિમણુંક થતા જિલ્લા તથા શહેરમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.

રાજકોટ જિલ્લાની જવાબદારીમાં મનસુખભાઇ ખાચરીયાના સ્થાને હવે અલ્પેશભાઇ ઢોલરીયાને જિલ્લા પ્રમુખ બનાવાયા છે. તેઓ ગોંડલ માર્કેટ યાર્ડના પ્રમુખ છે. રાજકોટમાં કમલેશ મિરાણીએ બે ટર્મથી વધુ સમય પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી તેઓએ લોકસભા અને ધારાસભા સહિત સ્થાનિક ચૂંટણીમાં ભાજપને વિજય અપાવ્યો હતો.ત્યારે આજે થયેલ આ ફેરફારમાં કચ્છમાં દેવજીભાઇ વરચંદ અને મોરબીમાં રણછોડભાઇ દલવાણીને જવાબદારી સોંપાઇ છે.