‘નાડીદોષ ’ ફિલ્મના નિર્માતાને નાડીદોષ 65 લાખની ઠગાઈ બદલ ફરિયાદ

0
569

સ્કીમ હેઠળ રોકાણ કરાવનાર એજન્ટ વિમલ ઇશ્વરભાઇ પટેલ, મયૂર નાવડિયા અને હેપ્પી કિશોરભાઇ કાનાણીની ધરપકડ

સુરત,
’નાડીદોષ ’ ફિલ્મના નિર્માતાને નાડીદોષ હોય તેમ 65 લાખની ઠગાઈ બદલ ફરિયાદ થઇ છે , ગુજરાતની બહુચર્ચિત ફિલ્મ નાડી દોષનાં પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની સંડોવણી બહાર આવતા ચકચાર મચી ગઇ છે. ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઇ છે. પોન્ઝી સ્કીમ બતાવી 65 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. જેમાં મુન્ના અને તેના અન્ય છ સાગરીતોએ રોકાણકારોને મહિને ચાર ટકા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી લીધી છે. પોલીસે રોકાણ કરાવનાર એજન્ટ વિમલ ઇશ્વરભાઇ પટેલ, મયૂર નાવડિયા અને હેપ્પી કિશોરભાઇ કાનાણીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ છેતરપિંડીમાં શુકુલ વેલ્થ એડવાઇઝર અને શુકુલ વેલ્થ ક્રિએટર નામે રોકાણ કરાવ્યું છે. રાંદેર રોડ પર તાડવાડી વિસ્તારની ભરૂચા સોસાયટીમાં રહેતાં રેખાબેન હરિભાઈ બુંદેલાએ ઉઠમણાંની ફરિયાદ નોંધાવી છે. 64 વર્ષીય રેખા બુંદેલાને તેમના પરિચિત કલ્પેશ પટેલ મારફત મની ફાઉન્ડર કંપની અંગે માહિતી મળી હતી. કલ્પેશે રેખાબેનને કહ્યું હતું કે, આ કંપનીમાં રોકાણ કરવાથી મહિને છ ટકા જેટલું વ્યાજ મળશે. આ કંપની રજીસ્ટર્ડ થયેલી છે, બધાને સમયસર પૈસા પણ આપતી હોવાની વાત કરી કલ્પેશે રેખાબેનનનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ આ કલ્પેશ પટેલ રેખાબેનના ઘરે ગયો અને તેણીના ભત્રીજાને રોકાણની વિવિધ સ્કીમ સમજાવી હતી. વેસુમાં વીઆઇપી રોડ પર એમ્બ્રોસીયા બિઝનેસ હબમાં ચોથા માળે આ કંપનીની ઓફિસ છે. ત્યાં વિમલ પંચાલ અને મયુર નાવડિયા કંપનીનું કામ સંભાળે છે એમ કહી કમલેશ તેઓને કંપનીની ઓફિસ પણ લઇ ગયો હતો. વિમલ પંચાલે આ કંપનીમાં રોકાણ કરવાથી મળનારૂં વળતર અને ફાયદા સમજાવ્યા હતાં. તેમણે કહ્યું કે, 10 હજારનું રોકાણ કરવાથી 1 યુનિટ મળશે. યુનિટની ખરીદી પર ત્રણ ટકા એન્ટ્રી ફી આપવાની અને જ્યારે યુનિટ પરત કરવામાં આવે ત્યારે 3 ટકા કાપી પૈસા ચૂકવાશે. આ યુનિટમાં રોકાણ કરવાથી મહિને 4 થી 22 ટકા વળતર આપવાનું કહી રોકાણ એક વર્ષ સુધી પરત માંગી શકાશે નહીં આવી શરતો પણ મુકી હતી.