નવરાત્રી કાઉન્ટ ડાઉન શરૂ:ઠેર ઠેર વેલકમ નવરાત્રિના કાર્યક્રમોનું આયોજન

0
619

નવરાત્રી કાઉન્ટ ડાઉન શરૂ:ઠેર ઠેર વેલકમ નવરાત્રિના કાર્યક્રમોનું આયોજન

 

બે વર્ષ બાદ જ્યારે નવરાત્રિનું પર્વ ઉજવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે અને રાજકોટમાં તો ગરબા પહેલા ગરબા એટલે કે વેલકમ નવરાત્રિ શરૂ થતા નવરાત્રિનો માહોલ શરૂ થઇ ગયો છે. નવરાત્રિના નવે નવ દિવસ અલગ અલગ ટ્રેડિશનલ ચણિયાચોળી અને કેડિયા પહેરી ખેલૈયાઓ ગરબે ધુમવા આતુર છે. ત્યારે ટ્રેડિશનલ કપડાં ઓર્નામેન્ટ્સ, વગેરેની તૈયારી ખેલૈયાઓ અગાઉથી જ કરી રહયા છે. આ વખતે બજારમાં ચણિયાચોલીમાં અવનવી ડિઝાઇન અને સ્ટાઇલ જોવા મળી હતી. લોકોમાં આ તહેવારને લઈને ભારે ઉત્સાહ હોય છે, પાર્ટી પ્લોટમાં રમાંતા ગરબાના આયોજનમાં ખેલૈયાઓ પ્રિન્સ પ્રિન્સેસ બનવા અલગ અલગ ગરબા સ્ટેપ શીખી તેમજ અલગ અલગ પારંપરિક પરિધાન પહેરી સૌથી અલગ અને અવ્વલ આવવા ઘણા દિવસથી મહેનત કરતા હોય છે. ત્યારે રાજકોટની જનતાએ આ પર્વની ઉજવણી કરવાની બધી તૈયારી કરી લીધી છે, રાજકોટની બજારમાં પણ અનેરી રોનક જોવા મળી રહી છે, બે વર્ષ બાદ આ તહેવાર લોકો ધામધૂમથી ઉજવશે માટે ચણિયાચોલીના વેપારીમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સ્ત્રીઓ વધુ ઘેર વાળા, હળવા તેમજ દેખાવમાં ખુબ જ આકર્ષક હોય તેવા ચણિયાચોલી પસંદ કરતી હોય છે તે પ્રમાણેના ચણિયાચોલી રાજકોટની બજારમાં જોવા મળ્યા હતા. સાથે જ ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા