એનડીએના રાષ્ટ્રપતિપદના મહિલા ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ તા.13ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વની બેઠક કરશે

0
814

એનડીએના રાષ્ટ્રપતિપદના મહિલા ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ તા.13ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વની બેઠક કરશે

આગામી 18મી જુલાઈના રોજ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે એનડીએ અને વિપક્ષ વચ્ચે યોજાનારી રસાકસી ભરી આ ચૂંટણીમાં સૌની નજર છે તો બીજી તરફ આગામી 13 જુલાઈના રોજ એનડીએ ના રાષ્ટ્રપતિ પદના મહિલા ઉમેદવાર દ્રૌપદી મુરમું ગુજરાત આવી રહ્યા છે.ત્યારે તેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વની બેઠક કરશે.આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે. જયારે રાષ્ટ્રપતિની ચૂંટણીના પગલે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનું વિધાનસભાનું ચોમાસુ વિશેષ સત્ર પણ નહીં મળી શકે.

દેશના રાષ્ટ્રપતિ ની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભામાં મતદાન અંગેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે . જે અંતિમ તબક્કામાં છે 18 જુલાઈ ના રોજ યોજાનાર રાષ્ટ્રપતિ ના મતદાનનો સમય સવારે 9 થી 4:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે . તો બીજી તરફ મતદાન પછી સીલ બંધ મત પેટીઓને ચૂંટણી અધિકારીઓની સાથેજ હવાઈ માર્ગે લઈ જવામાં આવશે એટલું જ નહીં સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ મત પેટી માટે પણ ખાસ વિમાન ટિકિટ ખરીદવામાં આવશે એટલે કે મત પેટીઓને પ્લેનના કાર્ગો માં પણ મોકલવામાં નહીં આવે.

તો બીજી તરફ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ રાષ્ટ્રપતિની ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.જયારે વાત રહી ઉમેદવારના જય પરાજયની તો તેમાં ગુજરાતમાં સત્તા પક્ષતરીકે ભાજપનું બહુમત છે. પરિણામે એનડીએ ના મહિલા ઉમેદવાર દ્રૌપદી મુર્મ ને ગુજરાતમાં થી ચોક્કસ સરસાઈ મળશે જ પરંતુ આ પહેલા તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો સાથે મહત્વની બેઠક કરશે અને તેમની તરફેણમાં મતદાન થાય તે માટેની અપીલ પણ કરશે.