પોલીસ કમિશનર સમસેરસિંહ યલો ઝોનમાં 1500 અને રેડ ઝોનમાં 200 પોલીસ કર્મીઓને મુકયા
રાજકોટ મિરર, વડોદરાના ત્રણ હજાર પોલીસ કર્મીઓની ફિઝિકલી ફિટનેસની ચિંતા કરી પોલીસ કમિશનર સમશેરસિંહે ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ અમલમાં મૂકી છે. જેમાં ગ્રીન યલો અને રેડ ઝોનમાં કર્મચારીઓને વહેંચી દેવામાં આવ્યા છે. તેમાં પોલીસ કર્મચારીઓ ફીટ રહે તે માટે પીટી અને યોગ કરાવવામાં આવી રહ્યા છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મચારી અડગ રહી કામ કરતી હોય છે. ત્યારે વડોદરા પોલીસ કમિશનર શમસેરસિંહ શહેરના 3000થી વધુ પોલીસ કર્મચારીઓ ફીઝીકલી ફિટ રહે તે માટે કર્મચારીઓને પીટી અને યોગના પાઠ ભણાવી રહ્યા છે. 3000 પોલીસ કર્મચારીઓને ગ્રીન, યલો અને રેડ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યા છે. જે પોલીસ કર્મચારીઓની યોગ્ય ફિટનેસ નથી જેમને સુગર બીપી તેમજ ઓવરવેટ હોય તેવા 200 પોલીસ કર્મચારીઓને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. યલો ઝોનમાં 1500 કર્મચારીઓને રખાયા છે. જેમની ફિટનેસ વધુ યોગ્ય કરવાની જરૂર છે તો અન્ય 1300 પોલીસ કર્મચારીઓ જે ફિઝિકલી ફિટ છે તેને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને પોલીસ હેડ કવાટર્સ ખાતે પીટી અને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાંથી 20 જેટલા પોલીસ કર્મચારીઓ રેડ ઝોનમાંથી યલો ઝોનમાં આવી ચૂક્યા છે. જોકે કોઈપણ પરિસ્થિતિમાં પોલીસ કર્મચારી કામગીરી કરી શકે, તણાવ ભરી સ્થિતિ હોય કે પછી રાયોટ્સનો મહોલ હોય મેન્ટલી અને ફિઝિકલી પોલીસ કર્મચારી ફિટ રહી કામ કરે તેવા પ્રયાસો પોલીસ કમિશનર દ્વારા હાથો ધરાયા છે. ત્રણ મહિનાથી ચાલતા ફિટનેસ ટ્રેનિંગ કેમ્પમાં રીતે ફિટનેસ મેળવનાર પોલીસ કર્મચારીને પ્રોત્સાહન મળે તે માટે પોતાની પસંદગીના પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવશે અને જે કર્મચારીઓની ફિટનેસ મેળવવામાં નિષ્ફળ રહેશે તેમને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મૂકવામાં આવશે.