મેટા દ્વારા Instagramમાં ઉમેરાયું છે નવું ફીચર્સ : જાણો કેવી રીતે આ ફીચર્સનો ઉપયોગ કરવો

0
638

મેટાએ Instagram માં એક નવું ફીચર ઉમેર્યું છે, જેથી યુઝર્સ પોતાની પ્રોફાઇલમાં એકથી વધુ લિંક ઉમેરી શકતા ન હતા તેઓ હવે એક કરતાં વધુ લિંક ઉમેરી શકશે. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ તેના યુઝર્સને પ્રોફાઈલમાં માત્ર એક જ લિંક એડ કરવાની મંજૂરી આપતું હતું. હવે જે યુઝર્સ પોતાની પ્રોફાઇલમાં વધુ લિંક્સ ઉમેરવા માંગતા હતા તેઓ થર્ડ પાર્ટી એપ્સનો આશરો લેવો પડે છે. જો કે, હવે Instagramના નવા ફીચર આવ્યા બાદ યૂઝર્સને કોઈ થર્ડ પાર્ટી એપ પર નિર્ભર નહીં રહેવું પડે. નવી સુવિધા યૂઝર્સને પોતાની Instagram પ્રોફાઇલ્સમાં પાંચ લિંક્સ ઉમેરવાની મંજૂરી આપશે. આવો જાણીએ કે ફીચરની વિગતો, અને તેનો ઉપયોગ કેવી રીતે થશે.
ઇનસ્ટાગ્રામે રોલ આઉટ કર્યો નવો ફીચર
નવા ફીચરની જાહેરાત ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram દ્વારા તેના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામે લખ્યું, ‘હવે તમે તમારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં વધુમાં વધુ 5 લિંક્સ એડ કરી શકો છો.’ જો તમે તમારી પ્રોફાઇલના બાયોમાં એક કરતાં વધુ લિંક ઉમેરવા માંગતા હોય, તો આવો અહીં આમ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે જાણીએ…
એન્ડ્રોઇડ એપ પર મારી પ્રોફાઇલ બાયોમાં અનેક લિંક્સ કેવી રીતે ઉમેરવી?
તમારા Android સ્માર્ટફોન પર Instagram ખોલો.
તમારી પ્રોફાઇલ પર જવા માટે, નીચે જમણી બાજુએ પ્રોફાઇલ આઇકનને ટેપ કરો.
સ્ક્રીનની ટોચ પર એડિટ પ્રોફાઇલ પર ટેપ કરો.
લિંકને ટેપ કરો, પછી તમારી વેબસાઇટ માટે URL ઉમેરવા માટે Add External Links પર ટૅપ કરો.
Accept પર ટેપ કરો.
પછી તમારા બદલાવ સેવ કરવા માટે ફરી એકવાર accept પર ટૅપ કરો.
iOS એપ પર પોતાની પ્રોફાઇલ બાયોમાં અનેક લિંક્સ કેવી રીતે ઉમેરવી?
તમારા iPhone પર Instagram ખોલો.
નીચે જમણા ખૂણામાં તમારા પ્રોફાઇલ આઇકન પર ટેપ કરો.
સ્ક્રીનની ટોચ પર edit profile પર ટેપ કરો.
હવે લિંક પર ટેપ કરો, પછી તમારી વેબસાઇટ માટે URL જોડવા માટે Add External Links પર ટેપ કરો.
Done પર ટૅપ કરો. પછી તમારા બદલાવ સેવ કરવા માટે ફરી એકવાર Done પર ટૅપ કરો.