નવતર પહેલ:ગેસ સિલિન્ડરની સાથે ”અવસર લોકશાહીનો” મતદાન જાગૃતિનો મેસેજ પહોંચશે ઘરે-ઘરે:એસ.ટી. બસોમાં પરિવહન સાથે પણ મતદાનની ફરજ યાદ અપાવશે

0
486

નવતર પહેલ:ગેસ સિલિન્ડરની સાથે ”અવસર લોકશાહીનો” મતદાન જાગૃતિનો મેસેજ પહોંચશે ઘરે-ઘરે:એસ.ટી. બસોમાં પરિવહન સાથે પણ મતદાનની ફરજ યાદ અપાવશે

આવ્યો છે અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં, આ મેસેજની ઘરે-ઘરે ડીલેવરી પણ થશે ગેસ સિલિન્ડર સાથે. આ નવતર પ્રયોગ હેઠળ જનજાગૃતિ અર્થે આ આપણા સૌનો રૂડો અવસર છે અને મતદાન ચોક્કસ કરવું જોઈએ અને વધુ ને વધુ મતદાન થાય તે હેતુથી ગેસના બાટલા પર સ્ટીકર લગાડી આ સિલિન્ડરની ડીલેવરી કરવામાં આવશે. જિલ્લા પૂરવઠા અધિકારી અવનિબેન હરણે કહ્યું કે અંદાજે ૭ હજાર જેટલા ગેસના બાટલામાં આ સ્ટીકર્સ લગાડવામાં આવ્યા હોઈ જેથી ઘરે ઘરે સતત યાદ અપાવશે કે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે.
આજ રીતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસોમાં પણ “અવસર લોકશાહીનો” ના મતદાન જાગૃતિના સ્ટીકર્સ સામે જોવા મળશે. બસોમાં મોટા પાયે લોકો પરિવહન કરતા હોઈ તેમના ધ્યાને સતત આ મેસેજ નજરે ચડશે અને આપણે પણ મતદાન કરવું જોઈએ તે સતત યાદ અપાવતુ રહે તે માટે એસ.ટી. બસ મદદરૂપ બનશે.
રાજકોટ જિલ્લામાં પાંચ ડેપો હેઠળની ૨૪૦ જેટલી બસોમાં આ સ્ટીકર્સ અંદર તેમજ બહારની બાજુ લગાડવામાં આવ્યા હોવાનું વિભાગીય નિયામક જે બી કારોતરાએ માહિતી આપતા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અર્થે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે લોકશાહીના અવસરને વધાવવા ઘર-ઘર, પરિવારમાં આ પ્રયોગ સફળતાપૂર્વક અસરકારક રીતે સમજણ પુરી પાડશે તેમ ચોક્કસ કહી શકાય.