ચલાલા બસ સ્ટેન્ડની બહાર મોટર સાયકલ બેસાડી રાત્રીના સમયે લૂંટ ચલાવી ;પોલીસે બે શખ્સોને દબોચ્યા

0
1030

અમરેલી જિલ્લાના ચલાલા બસ સ્ટેન્ડની બહાર રાત્રીના સમયે ઈંગોરાળા ગામ ખાતે જવા માટે ઉભેલા એક ૨૩ વર્ષીય યુવકને બે શખ્સો દ્વારા મોટર સાયકલ બેસાડી અને ગરમલી જવાના રસ્તે વાડી પાસે લાવી અને તેની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવ્યાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં બંને આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધેલ હતા
પ્રાપ્ત વિગત મુજબ ચલાલા પોલીસ મથક ખાતે ગોવિંદભાઇ ભીખાભાઇ ગઢવી (ઉ.વ.૨૩) રે લાલપુર વાળા યુવાને ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે ગત તારીખના ૨૩ મે ના રોજ સાંજ સમયે પોતાના વતન લાલપુર, તા.વિસાવદર ખાતે થી ભાડ ગામ તા.ખાંભા તેમના પરિવાર રહેતો હોય ત્યાં જવા માટે નીકળેલ તે દરમિયાન ચલાલા બસ સ્ટેન્ડ બહાર વાહનની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રીના આઠેક વાગ્યાના સમયે એક ડબલ સવારી માં મોટર સાયકલ પર બે અજાણ્યા શખ્સોએ મળીને યુવકને મોટર સાયકલ પાછળ બેસાડી ખાંભા રોડથી ગરમલી જવા રસ્તે વાડી પાસે લાવીને છરી બતાવી પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડ રૂ.૭૦૦ તેમજ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૧૫૦૦ સહીત કુલ રૂ.૨૨૦૦ની માલમતાની લૂંટ ચલાવી કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટેલ હતા જે અંગે ચલાલા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સી સી ટી વી ફૂટેજના આધારે બંને લૂંટ ચલાવનાર ગોરધન ઉર્ફે કાબો ગોવિંદ માથાસુળીયા તેમજ રમેશ બકુલ માથાસુળીયા રે બંને ચલાલા વાળા શખ્શને રોકડ રકમ તેમજ મોબાઈલ સાથે ઝડપી લઇ લૂંટ નો ભેદ ઉકેલી નાખેલ હતો.