અમદાવાદ,
ફાઈવ જી ના યુગમાં હવે સૌથી વધુ જેની જરૂર પડવાની છે એ છે મોબાઈલ, લેપટોપ અને ઈ-કાર કે સ્કૂટરની બેટરીની, જેમ સ્પીડ વધે તેમ બેટરીની માત્રા પણ ઘટવા લાગશે એટલે ઓછામાં ઓછા સમયમાં ચાર્જીંગ થઇ જાય તેવા ચાર્જરની ડીમાંડ વધશે,જો કે આગામી ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ થવાનો છે .
આઈ. આઈ. ટી ગાંધીનગર અને જાપાન એડવાન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજીને મળીને આ ચમત્કાર કર્યો છે, જેમાં ઈંઈંઝ ગાંધીનગર ખાતે રિસર્ચ કરીને એક નવું એનોડ મટીરિયલની શોધ કરી છે. જે લિથિયમ આયન બેટરીને મિનિટોમાં ચાર્જ કરી શકે છે. જે કલાકોની જગ્યાએ મિનિટોમાં મોબાઈલ, લેપટોપ, ઇલેક્ટ્રિક કારની બેટરીને ચાર્જ કરશે.
રિસર્ચ કરીને શોધાયેલ નવું એનોડ મટીરિયલ લિથિયમ-આયન બેટરીને મિનિટોમાં રિચાર્જ કરવામાં સક્ષમ બનાવે છે. નવું એનોડ મટિરિયલ ટાઇટેનિયમ ડાયબોરાઇડમાંથી તારવેલી નેનોશીટ્સનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે, જે એક મલ્ટી-સ્ટેક્ડ સેન્ડવીચ જેવું મટિરિયલ છે, જેમાં બોરોનના સ્તરો વચ્ચે ધાતુના અણુઓ હાજર હોય છે. આ પરિવર્તનકારી સંશોધન વાસ્તવિક જીવનમાં અનુવાદ કરવા માટે સમૃદ્ધપણે સક્ષમ છે. અને રોજિંદા ગેજેટ જેવા કે ફોન લેપટોપના ચાર્જ માટે ઉપયોગી છે.
લાંબી લાઈફ સાઈકલ (ઉચ્ચ ચાર્જ કરંટ પર 10000 સાઈકલ્સ) એનોડ તૈયાર કરવા માટે વપરાતી નેનોશીટ્સમાં છિદ્રોની ઊંચી ઘનતા હોય છે. જ્યારે નેનોશીટની પ્લેનર પ્રકૃતિ અને રસાયણ લી આયનોને પકડવા માટે ઉચ્ચ સપાટીનો વિસ્તાર પૂરો પાડે છે, તેથી આ છિદ્રો આયનોના વધુ સારા પ્રસારને સક્ષમ બનાવે છે. રિસર્ચ કરનાર સંશોધકોનું કહેવું છે કે વ્યાવસાયિક એપ્લિકેશન્સ માટે આ એક આશાસ્પદ ટેકનોલોજી છે જ્યાં ઉચ્ચ ઉર્જા ઘનતા, ઉચ્ચ શક્તિ, લોંગ લાઈફ અને અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ઇચ્છિત છે.