અરે વાહ/ હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો મેસેજ, વ્હોટ્સએપ લાવ્યું આ ધમાકેદાર ફીચર

0
1331

વ્હોટ્સએપે ગત વર્ષે એક ફિચરનું ટેસ્ટીંગ શરૂ કર્યું હતું જેને લઈને કંપનીએ કહ્યું હતું કે, વ્હોટ્સએપના ડેસ્કટોપ યૂઝર્સ ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ન હોવાની સ્થિતિમાં પણ મેસેજ મોકલી અને મેળવી શકશો. તેને સીધા શબ્દોમાં કહીએ તો લેપટોપ અથવા ડેસ્કટોપ પર વ્હોટ્સએપ ઉપયોગ કરવા માટે ફોનમાં ઈન્ટરનેટની જરૂરત નથી. લગભગ 8 મહિનાના ટેસ્ટિંગ બાદ વ્હોટ્સએપે તેનો અપડેટ બીટા યૂઝર્સ માટે જાહેર કરી દીધું છે. વ્હોટ્સએપ ડેસ્કટોપના બીટા યૂઝર્સ હવે ફોનને ફ્લાઈટ મોડમાં નાખીને પણ વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકે છે.

આ રીતે એક્ટિવ કરો નવું ફીચર

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, નવું ફીચર માત્ર ડેસ્કટોપ યૂઝર્સ માટે છે. જો તમે ડેસ્કટોપ પર વ્હોટ્સએપ ઉપયોગ કરો છો તો આ ફિચર તમારા માટે કામનું છે. સૌથી પહેલા તમારા વ્હોટ્સએપને અપડેટ કરો. હવે આ ફીચરને એક્ટિવ કરવા માટે તમારે ફોનના વ્હોટ્સએપના સેટિંગમાં જવું પડશે. તે બાદ Linked Devices ના વિકલ્પ પર ક્લિક કરો. હવે તમાને Multi-Device Betaનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરી બીટા વર્ઝન જોઈન કરો. હવે ડેસ્કટોપ પર વ્હોટ્સએપ ઓપન કરો. તમારું સેટિંગ પૂરું થઈ ચૂક્યું છે. હવે તમે ઈન્ટરનેટ ન હોવાની સ્થિતિમાં પણ લેપટોપ પર વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકશો. હવે વ્હોટ્સએપ તમારા લેપટોપના ઈન્ટરનેટનો ઉપયોગ કરશે.

મલ્ટી ડિવાઈઝનો પણ મળ્યો છે સપોર્ટ

ડેસ્કટોપના નવા બીટા વર્ઝનની સાથે મલ્ટી ડિવાઈઝનો પણ સપોર્ટ મળે છે. જેનો મતલબ એ છે કે, એક જ વ્હોટ્સએપ એકાઉન્ટનો ચાર અલગ-અલગ ડિવાઈઝ પર ઉપયોગ કરી શકશો. જો કે, આ ડિવાઈઝ માત્ર વેબ વર્ઝન વાળું હશે એટલે કે તમે અલગ-અલગ ફોન એપમાં વ્હોટ્સએપ ઉપયોગ કરી શકશો નહીં. મલ્ટી ડિવાઈઝ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ઉપર દર્શાવવામાં આવેલ પ્રકારે બીટાને જોઈન કરવું પડશે.