અમરેલીમાં ચુંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ પહોંચ્યા ભાજપ કાર્યાલય:દિગ્ગજ નેતાઓના લીધા આશીર્વાદ

0
2923

અમરેલીમાં ચુંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ પહોંચ્યા ભાજપ કાર્યાલય:દિગ્ગજ નેતાઓના લીધા આશીર્વાદ

ચૂંટણીના પ્રચારને હવે કલાકો બાકી રહ્યા છે ત્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા. પરેશ ધાનાણી અને તેના ભાઈ શરદ ધાનાણી ભાજપ ચૂંટણી કાર્યાલય પહોંચતા થોડીવાર માટે આશ્ચર્ય સર્જાયું હતું. આ પ્રકારના અદભુત દ્રશ્યો ચૂંટણીના માહોલમાં જોવા મળ્યા હતા પરેશ ધાનાણીએ ભાજપ કાર્યાલય પહોંચી દિગજ નેતાઓ પાસેથી આશીર્વાદ લીધા હતા તેમ જ દીલીપ સંધાણી, પુરશોતમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે  ચા ની લિજ્જત પણ માણી હતી.
પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે ભાજપ પક્ષમાં રહેતા અને દિલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશીર્વાદ જરૂર આપશે. પરેશ ધાનાણી ને ભાજપ ના કાર્યકરો સાથે જોઈને લોકો અચરજ પામ્યા હતા પરંતુ આજ રાજકારણ છે આજે ચૂંટણી પ્રચાર ના અંતિમ કલાકોમાં રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા.